ગુજરાતના યુવકોને વિદેશની ઘેલછા પડી રહી છે ભારે! બોગસ પાસપોર્ટથી કરવા જતો 'કાંડ', પણ...

ઇમિગ્રેશન અધિકારીની તપાસમાં સામે આવ્યું હતું કે દિલપિ રાજુ મોઢવાડીયા રામ રાજુ બગોન નામનો બોગસ પાસપોર્ટ બનાવીને UK જઈ રહયો છે, ત્યારે અમદાવાદ SOGને જાણ કરી તપાસ સોંપી હતી. અમદવાદ SOG એ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

ગુજરાતના યુવકોને વિદેશની ઘેલછા પડી રહી છે ભારે! બોગસ પાસપોર્ટથી કરવા જતો 'કાંડ', પણ...

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતના યુવકોને વિદેશ જવાની ઘેલછા એવી લાગી છે કે ગુનો કરતા થઇ ગયા છે. વધુ એક વખત બોગસ પાસપોર્ટ પર વિદેશ જતો યુવક પોલીસના હાથે પકડાયો છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ દિલપિ રાજુ મોઢવાડીયા અને બોસ પાસપોર્ટ પ્રમાણે નામ છે રામ રાજુ બગોન. 

ગત બુધવારે દિલપિ રાજુ મોઢવાડીયા અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશનની પ્રક્રિયા દરમિયાન બોગસ પાસપોર્ટ પર UK જઈ રહ્યો હતો, ત્યારે ઇમિગ્રેશન અધિકારીની તપાસમાં સામે આવ્યું હતું કે દિલપિ રાજુ મોઢવાડીયા રામ રાજુ બગોન નામનો બોગસ પાસપોર્ટ બનાવીને UK જઈ રહયો છે, ત્યારે અમદાવાદ SOGને જાણ કરી તપાસ સોંપી હતી. અમદવાદ SOG એ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ SOGની તપાસમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલ દિલિપ રાજુ મોઢવાડીયા મૂળ પોરબંદર રહેવાસી છે બનાવટી દસ્તાવેજ ના આધારે પાસપોર્ટ કઢાવી અમદાવાદ એરપોર્ટ પરથી યુકે જવાની કોશિશ કરી રહ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે યુકેમાં રહેતા રાજુભાઇ બગોન નામના ઈસમ સાથે રૂપિયા 22 લાખમાં સોદો કર્યો હતો. 

યુકે સ્થિત રાજુ બગોને દિલીપ રાજુ મોઢવાડીયાનું નામ રામ રાજુ મોઢવાડીયા અને જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકાનું ખીજદડ દર્શાવી ખોટું જન્મ નું પ્રમાણપત્ર બનાવ્યું અને આ ખોટા જન્મ ના પ્રમાણ પત્ર ના આધારે મુંબઈ થી પાસપોર્ટ કઢાવ્યો હતો. પાસપોર્ટ કઢાવવાથી લઇ યુકે લઈ જવા સુધીનો રૂપિયા 22 લાખમાં સોદો થયો હતો. હાલ અમદાવાદ SOG દ્વારા દિલીપ મોઢવાડીયાને રિમાન્ડ પર લઇ આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

છેલ્લા એક માસમાં અનેક યુવાનો અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ હેઠળ મુસાફરીના ગુનામાં પકડાય ચુક્યા છે ત્યારે ગુજરાતના યુવાનો ક્યારેક વિદેશ જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે તો ક્યારેક ગુનો કરી બેસે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news