મોરબી બન્યું ડુપ્લીકેટ વસ્તુઓનુ હબ, માંગો એ કંપનીનુ ડુપ્લીકેટ એન્જિન ઓઈલ મળશે

duplicate engine oil caught : નકલી રેમડીસીવર ઈન્જેક્શન, નકલી સિરામિક બાદ મોરબીમાંથી નકલી એન્જિન ઓઈલ બનાવતુ કારખાનુ પકડાયું

મોરબી બન્યું ડુપ્લીકેટ વસ્તુઓનુ હબ, માંગો એ કંપનીનુ ડુપ્લીકેટ એન્જિન ઓઈલ મળશે

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી એલસીબીના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નંબર-૬ માં મૂનનગર ચોકમાં રેડ કરી હતી. ત્યારે ડેલામાંથી જુદી જુદી કંપનીના ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવા માટેનું કારખાનું ઝડપાયું હતું અને ત્યાંથી ડુપ્લીકેટ ઓઇલ બનાવવાને લગતી સાધન સામગ્રી મળી હતી. પોલીસે અંદાજે રૂપિયા 25 લાખથી વધુની રકમના મુદ્દામાલને કબજે કર્યો છે. પોલીસે ફેક્ટરી ચલાવનારા શખ્સો સામે લાલ આંખ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના કાળમાં મોરબીમાંથી નકલી રેમડીસીવર ઈન્જેક્શનો સાથે બે ઇસમો મળી આવ્યા હતા. તે રીતે જ મોરબીના ઘડિયાળ તેમજ સિરામિક ઉદ્યોગમાં પણ ડુપ્લીકેટ માલ બનાવવા માટે અનેક ગુના અગાઉ નોંધાયા છે. તે જોતા મોરબીમાં ઝડપથી રૂપિયા કમાવાની હોડમાં લોકો ક્રાઇમ કરતાં પણ અચકાતા નથી તે નરી વાસ્તવિકતા છે. હાલમાં મોરબીના એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નંબર-6 માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતું કૌભાંડ પકડી પાડ્યુ છે. 

પોલીસે મૂનનગર ચોકમાં આવેલ દિનેશભાઈ દલવાડીના ડેલામાં રેડ કરી હતી, જ્યાં જુદી જુદી કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલ બનાવવામાં આવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતુ. આ શખ્સો દ્વારા સર્વો, કેસ્ટ્રોલ, ગલ્ફ, બજાજ ડીટીએસ, હોન્ડા ૪-સ્ટોક સહિતના ડુપ્લીકેટ ઓઇલ બનાવવામાં આવતા હતા. જેથી પોલીસે ડુપ્લીકેટ ઓઇલ બનાવતા કારખાનામાંથી જુદી-જુદી કંપનીને લગતા ડુપ્લીકેટ સ્ટીકરો અને નકલી ઓઇલ બનાવવાના સાધનો અને અન્ય જથ્થો કબજે કર્યો છે.  

હાલમાં પોલીસે રૂપિયા ૨૫,૫૦,૯૯૫ ની માતબર કિંમતના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી મેહુલ મહેન્દ્ર ઠક્કર (રહે.રવાપર રોડ, મોરબી) અને અરૂણ ગણેશ કુંડારીયા (રહે.મોરબી) નામના બે શખ્સોની ધરપકડ કરી છે. જેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news