સુરતમાં 30 કોરોના પોઝિટિવ દર્દી સાથે આંકડો 1200ને પાર, 32 તો કોર્પોરેશનનાં કર્મચારી પોઝિટિવ
Trending Photos
સુરત : સુરતમાં લોકડાઉનમાં કેટલીક છુટછાટ તો આપવામાં આવી છે. લોકડાઉન અંગે ઉદ્યોગપતિઓ દ્વારા સુરતના કમિશ્નર સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં સુરતમાં 50 ટકા સ્ટાફ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી મળી ચુકી છે. આ ઉપરાંત ધીરે ધીરે બજારો પણ ખુલી રહ્યા છે. તેવામાં આજનો કોરોનાનો ન માત્ર ગુજરાતનો પરંતુ સુરતનો આંકડો પણ એટલો જ ચોંકાવનારો સામે આવ્યો છે. સુરતમાં 12-20 વચ્ચે સામાન્ય રીતે કેસ પોઝિટિવ આવતા હતા. જો કે આજે 1 ગ્રામીણ અને 29 શહેરનાં દર્દીઓ સાથે સુરતનો કુલ આંકડો 1200ને પાર પહોંચ્યો. જ્યારે આજે એક દર્દીનાં મોત સાથે કુલ મોતનો આંકડો 54 પર પહોંચ્યો છે.
જો કે આ મુદ્દે કોર્પોરેશન અને તેના કર્મચારીઓનો આંકડો પણ ચિંતાજનક છે. સુરતમાં મહાનગરપાલિકાનાં કુલ 32 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ફ્રન્ટ લાઇન વોરિયર્સ કહેવાતા વિવિધ વિભાગનાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અત્યાર સુધી 32 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
કોર્પોરેશનનાં 32 કર્મચારીઓમાં 8 સફાઇ કામદાર, 2 આયા, 5 એસએસઆઇ, 2 પટાવાળા, આ ઉપરાંત પીડબલ્યુડી, આઇસીડીએસ સુપરવાઇઝર, વોર્ડ બોય, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ડ્રાઇવર, બેલમદાર, માર્શલ, આંગણવાડી વર્કર, સેક્શન ઓફીસર, ડીઇઓ, કેસ પેપર ઓપરેટર, વાલ્વ ઓપનર અને નર્સિંગ સ્ટાફ કોરોનો પોઝિટિવ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે