1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો

ભારતીય રેલવે (Indian Railways) દ્વારા ગત કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધા માટે ઘણા મોટા પગલાં ભર્યા છે. એકવાર ફરી રેલવે દ્વારા યાત્રીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડીયન રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર નવી સર્વિસ હેઠળ તમે ટ્રેનના ઉપડવાના 4 કલાક પહેલા6 તમારું બોર્ડિંગ સ્ટેશન ચેંજ કરી શકો છો. અત્યારે કોઇપણ ટ્રેનના ઉપડવાના ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ચાર કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલવાનો વિકલ્પ મળવા લાગશે. 
1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) દ્વારા ગત કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધા માટે ઘણા મોટા પગલાં ભર્યા છે. એકવાર ફરી રેલવે દ્વારા યાત્રીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડીયન રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર નવી સર્વિસ હેઠળ તમે ટ્રેનના ઉપડવાના 4 કલાક પહેલા6 તમારું બોર્ડિંગ સ્ટેશન ચેંજ કરી શકો છો. અત્યારે કોઇપણ ટ્રેનના ઉપડવાના ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ચાર કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલવાનો વિકલ્પ મળવા લાગશે. 

અત્યારે 24 કલાક પહેલાં સુધી બદલી શકો છો બોર્ડિંગ સ્ટેશન
ટાઇમ નાઉ ન્યૂઝમાં પ્રકાશિત સમાચાર અનુસાર જલદી જ રેલવે દ્વારા આ સુવિધા આપવામાં આવશે કે યાત્રી ચાર્ટ બનતાં પહેલાં સુધી તમારું બોર્ડિંગ સ્ટેશન બદલી શકો છો. સમાચાર અનુસાર ટ્રેનમાં મુસાફરી કરનાર કરોડો યાત્રીઓને આ સુવિધા આગામી 1 મેથી મળવાની શરૂ થઇ જશે. હાલના નિયમ અનુસાર યાત્રીઓની પાસે ટ્રેનના ઉપડવાના 24 કલાક સુધી બોર્ડિંગ સ્ટેશન બદલી શકાય છે. અત્યારે આ અંગે રેલવે દ્વારા કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 

બે વાર બદલી શકો છો બોર્ડિંગ
જોકે રેલવે બોર્ડ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં ટિકિટીંગ સિસ્ટમમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. એક અન્ય સમાચારમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે યાત્રી હવે વધુમાં વધુ બે વખત પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. બોર્ડિંગ સ્ટેશન ચેંજ કરતાં કોઇ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહી. જો તમે પ્રસ્થાનના સમયથી 24 કલાકની અંદર પોતાના સ્ટેશનમાં ફેરફાર કરો છો રિફંડ મળતું નથી.
भारतीय रेलवे, Indian Railways, IRCTC, boarding station change, Railway

યાત્રીઓ પાસે બોર્ડિંગ સ્ટેશન બદલવાના બે વિકલ્પ હશે. તે ઓનલાઇન આઇઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પરથી બદલી શકો છો અથવા પછી ટિકીટ કાઉન્ટર પરથી પણ બોર્ડિંગ સ્ટેશન બદલી શકો છો. આ ઉપરાંત રેલવે ઇંક્વાયરી નંબર 139 પર કોલ કરીને પણ બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર કરી શકાય છે. 

બોર્ડિંગ ચેંજ કરવાના હાલના નિયમ

  • ઇ-ટિકીટ બુક કરનાર યાત્રી ટ્રેનના પ્રસ્થાન સમયથી 24 કલાક પહેલાં સુધી ઓનલાઇન બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર કરી શકો છો.
  • જો કોઇ યાત્રીએ એકવાર બોર્ડિંગમાં ફેરફાર કર્યો છે તો પછી તે જૂના બોર્ડિંગ પોઇન્ટથી ટ્રેન પકડી શકતા નથી.
  • જો યાત્રી બોર્ડિંગ પોઇન્ટ ચેંજ કર્યા બાદ જૂના સ્ટેશન પરથી જ યાત્રા કરી રહ્યા છો તો તેને બંને સ્ટેશન વચ્ચેનું ભાડુ ચૂકવવું પડશે.
  • બોર્ડિંગ પોઇન્ટમાં ફક્ત એક જ વખત ફેરફાર કરી શકો છો.
  • બોર્ડિંગ સ્ટેશનના પ્રસ્થાનના સમયથી 24 કલાક પહેલા સુધી બદલી શકો છો.
  • જો ટિકિટ સીઝ કરી દેવામાં આવી છે તો બોર્ડિંગ પોઇન્ટ ચેંજ કરવો માન્ય નથી. 
  • ઇ-ટિકીટ પર ઓનલાઇન બોર્ડિંગ પોઇન્ટ ચેંજ કરવાનો વિકલ્પ મળતો નથી.
  • તત્કાલ બુકિંગ ટિકિટ પર પણ બોર્ડિંગ પોઇન્ટ ચેંજ કરવાનો ઓપ્શન હોતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news