ENBA Awards માં ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ZEE24Kalak ની ધૂમ, મળ્યા ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર

ગુજરાતના દર્શકોની પહેલી પસંદ અને રાજ્યની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક (ZEE24Kalak) નો ENBA નેશનલ એવોર્ડમાં ડંકો વાગ્યો છે. ઝી24 કલાકને ENBA એવોર્ડમાં ત્રણ એવોર્ડ મળ્યા છે.

ENBA Awards માં ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ZEE24Kalak ની ધૂમ, મળ્યા ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હીઃ ગુજરાતના દર્શકોની પહેલી પસંદ અને રાજ્યની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક (ZEE24Kalak) નો ENBA નેશનલ એવોર્ડમાં ડંકો વાગ્યો છે. ઝી24 કલાકને ENBA એવોર્ડમાં ત્રણ એવોર્ડ મળ્યા છે. ઝી 24 કલાકનું ડોનાલ્ડ ટ્રમ્પના કવરેજ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. તો ઝી 24 કલાકના કરન્ટ અફેર પ્રોગ્રામ અને એડિટર Dixit Soni ના કાર્યક્રમ એડિટર્સ પોઈન્ટને પણ  ENBA એવોર્ડ મળ્યો છે.  ઝી 24 કલાકના એન્કર મિહિર રાવલ (Mihir raval) બેસ્ટ એન્કરનો એવોર્ડ મળ્યો છે. 

ઝી 24 કલાકની ધમાલ
ઝી 24 કલાક ગુજરાતના દર્શકોની પ્રથમ પસંદ છે, ઝી 24 કલાક હંમેશા પોતાના દર્શકોનો અવાજ બનીને કામ કરી રહી છે. એટલે જે ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેલન છે. આજે ENBA દ્વારા દિલ્હીમાં જાહેર થયેલા મીડિયા ક્ષેત્રના એવોર્ડમાં ઝી 24 કલાકને ત્રણ એવોર્ડ મળ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2019ના એવોર્ડમાં પણ ઝી 24 કલાકને એક એવોર્ડ મળ્યો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 3, 2021

ડોનાલ્ડ ટ્રમ્પના કવરેજ માટે મળ્યો એવોર્ડ
મહત્વનું છે કે પાછલા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના કવરેજ માટે ઝી 24 કલાકને ENBA એવોર્ડ મળ્યો છે. 

ઝી 24 કલાકના કાર્યક્રમ એડિટર્સ પોઈન્ટને પણ મળ્યો એવોર્ડ
ઝી 24 કલાક પર દરરોજ રાત્રે 9 કલાકે એડિટર્સ પોઈન્ટ (Editors point) કાર્યક્રમ ચાલે છે. જેને ચેનલના એડિટર દીક્ષિત સોની પ્રસ્તુત કરે છે. જેમાં દિવસના મહત્વના સમાચારોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ કરન્ટ ઘટનાઓ પર આધારીત હોય છે, જેમાં દરેક વિષયોને આવરી લેવામાં આવે છે. અમારા આ કાર્યક્રમને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 

ઝી 24 કલાકના એન્કરને મળ્યું બીજીવાર સન્માન
ઝી 24 કલાકના એન્કર મિહિર રાવલને બેસ્ટ એન્કરનો એવોર્ડ મળ્યો છે. મિહિર રાવલને પાછલા વર્ષે પણ આ પુરસ્કાર મળ્યો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 3, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news