ડિયર જિંદગી: અપેક્ષાનું કેક્ટ્સ અને સ્નેહનું જંગલ

આપણી સમજીએ છીએ કે 'બાળકો' સમજતા નથી. જ્યારે એક જમાનામાં કહેવામાં આવતું હતું કે, 'ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન'! અને આપણે તેને બિલકુલ ઉલટું માની ચૂક્યા છીએ. મને યાદ નથી કે લગભગ 15 વર્ષો સુધી મેં તેમને ક્યારેય ખુલીને હસતાં બોલતાં જોયા હોય.

Updated By: Oct 16, 2018, 10:59 AM IST
ડિયર જિંદગી: અપેક્ષાનું કેક્ટ્સ અને સ્નેહનું જંગલ

દયાશંકર મિશ્રા: તે અનુશાસિત સખત અને પોતાની પસંદ અનુસાર ચાલનાર પિતા રહ્યા છે. તેમને જીંદગીએ કંઇપણ સરળતા આપ્યું નથી તેથી તેમની અભિપ્રાય રહે છે કે જે કંઇપણ નક્કી કરીશ તે બાળકો  માટે સર્વશ્રેષ્ઠ હશે. 80 અને 90ના દાયકામાં પિતાનો દ્વષ્ટિકોણ અને વલણ ખૂબ સામાન્ય હતું આ બાબતે તે ખૂબ અલગ હતા, એમ કહી ન શકાય. કારણ કે તે સમયે લગભગ એવું માનવામાં આવતું હતું કે બાળકોની સમજ, પ્રતિભાનો ઉપયોગ ફક્ત કઠોરતાથી કરાવી શકાતો હતો. એટલા માટે તે જેવો સમય હતો જેવી વિચારસણી હતી તેના અનુસાર ઉછેર કરનાર પિતા હતા. તે પોતાના સમાજ અને જ્ઞાતિગત આગ્રહને લઇને પણ નક્કી કરનાર વ્યક્તિ હતા. 

એકવાર નક્કી થઇ ગયું, તો થઇ ગયું. ત્યારબાદ બાળકો, પત્ની કે પછી કોઇ મિત્ર, સખા પરિજન માટે કોઇ 'સ્થાન' ન હતું. 

આપણી સમજીએ છીએ કે 'બાળકો' સમજતા નથી. જ્યારે એક જમાનામાં કહેવામાં આવતું હતું કે, 'ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન'! અને આપણે તેને બિલકુલ ઉલટું માની ચૂક્યા છીએ. મને યાદ નથી કે લગભગ 15 વર્ષો સુધી મેં તેમને ક્યારેય ખુલીને હસતાં બોલતાં જોયા હોય. એટલું જરૂર યાદ છે કે તે હંમેશા નારાજ, અસહ્ય, સામાન્ય ગુસ્સામાં રહેતા જોયા હતા. તેમના બાળકો ખૂબ હોશિયાર, સ્કૂલના નિયમો-કાયદા અનુસાર ભારે પ્રતિભાશાળી અને નિશ્વિતપણે 'ચાંદ' સુધી જનાર હતા. તે બાળકોને 'બધું જ' શિખવાડતા રહ્યા પરંતુ આજે જ્યારે તેમના બાળકો પોતાના બાળકો સાથે રહે છે તો હું કહી શકું કે તે બાળકોનો પ્રેમ, આત્મીયતા, અનુરાગ ઉપરાંત બધુ શિખવાડવામાં નિષ્ફળ રહ્યા છે.

ડિયર જિંદગી: દુ:ખ રસ્તો છે, થોભવાની જગ્યા નથી...

આ દરમિયાન તેમના મોટા પુત્રએ નક્કી કર્યું કે તે પ્રેમ લગ્ન કરશે. તે પોતાના નક્કી કરેલા પર અડગ રહેશે. અને તે શહેરમાં ત્યારથી માંડીને આજ સુધી તે 'પોતાના' પરિવારથી 'અલગ' રહે છે. મને યાદ છે કે કઇ રીતે તેમણે પોતાના આ નિર્ણયને ગોપનિય રાખ્યો, તે ઇચ્છતા ન હતા કે લોકો તેમના વિશે જાણે.

ડિયર જિંદગી: મીઠાસનું 'ખારું' થતું જવું 

પરંતુ લોકો ક્યાં માને છે જાણી જાય છે. તો ત્યારબાદ તે તેની ટીકામાં જોડાઇ જાય છે. તેમની પત્ની કહેતી કે તેમની વહૂ ભલી છે, તેની જાતિ આપણા અનુકૂળ નથી પરંતુ તે ખૂબ સન્માન, આદર, સ્નેહથી વર્તે છે, મને તેની સાથે વાત કરવાનું અને તેની પાસે જવાનું ખૂબ ગમે છે. તેને પણ સારું લાગે છે, પુત્રીને પણ સારું લાગે છે. 'તેમને' પસંદ નથી. હવે પિતાજી જોર બીજા પુત્ર પર હતું તેને પોતાના નિયમોના અનુકૂળ સંચાલિત કરવા માંગતા હતા. બાળકો રોબોટ નથી, ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે તે આપણા પ્રોગ્રામિંગ અનુસાર ચાલી રહ્યા છે પરંતુ બસ ચાલતા હોય છે. તેમની પાસે બીજો કોઇ રસ્તો હોતો નથી. પરંતુ એક દિવસ જ્યારે તેને રસ્તો મળી જશે ત્યારે તે આપણી સાથે શું કરશે. કારણ કે પ્રોગ્રામિંગ તો આપણે આપણા નિયમ, પરંપરા, સ્વભાવના અનુસાર જ સમજવાનો પ્રયત્ન કર્યો છે.  

આ કિસ્સામાં પણ આવું જ થયું
આપણે જે વિચારોથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘણીવાર તે અચાનક આપણા ગળે પડી જાય છે. બીજા પુત્રએ પણ પ્રેમ લગ્ન કરી લીધા. હવે શું કરે, કારણ કે માર્કેટમાં બધુ રોકાણ તેના નામ પર તો કર્યું હતું. હવે શું કહેવું, હવે શું કરવું. તેણે પણ પોતાની અલગથી દુનિયા વસાવી લીધી!

આપણે થોડા થોભીએ. વિચારીએ. આમ કેમ થયું. બાળકો હંમેશા માતા-પિતાને પ્રેમ કરે છે કારણ કે તેમની પાસે બીજોઇ વિકલ્પ જ હોતો નથી. આપણે આ પ્રેમને ગાઢ કરવામાં મદદ કરીએ છીએ કારણ કે આમ કરવાથી પ્રેમના મૂળીયા જીવનમાં ઉંડે સુધી ઉતરી જાય છે.

ડિયર જિદંગી: સંબંધની 'કસ્તૂરી' અને આપણી શોધ!

પરંતુ જરા વિચારો કે જો પ્રેમના મૂળીયા ઉંડી હોવાથી તે કપાતી જાય તો જીવન કેટલું એકલું અને અસહનીય થઇ જશે. તેમના બાળકોને હોશિયાર, ચતુર, 'ચાંદ' પર જવા લાયક બનવાનો ભરપૂર પ્રયત્ન કર્યો પરંતુ આ પ્રક્રિયામાં સ્નેહની જે ચૂક થઇ, તેણે એક લીલાછમ, લહેરાતા જીવનને સુખદ આત્મીયતાની બદલે વધુ કેક્ટ્સ અને કાંટાળી જાડીઓથી ભરી દીધી. 

તેમના બાળકોએ શું પસંદ કર્યું? તેમની પણ મહત્વપૂર્ણ વાત એ છે કે તેમણે શું પસંદ કર્યું? કદાચ, એટલા માટે તે સહજ, સરળ, સ્નેહિલ પ્રેમની શોધમાં હતા જે પોતાના ઘર, પિતા પાસેથી મળવો જોઇતો હતો, પરંતુ ન મળ્યો. તો તે બહાર શોધવા નિકળી ગયા. 

આ બધુ કાલની વાત છે, આપણે તો બસ એ જોવું જોઇએ કે ક્યાંક આપણે આજે પણ તો તે નથી કરી રહ્યા!

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

(https://www.facebook.com/dayashankar.mishra.54)