કેન્સર સર્વાઈવ્સ મહિલાઓ માટે યોજાયો અનોખો ફેબ્યુલસ ફોરએવર ફેશન શો 2020

અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા એક પોઝિટિવ સંદેશા સાથે કેન્સર સર્વાઈવ્સ મહિલાઓનો ફેબ્યુલસ ફોરએવર ફેશન શૉ 2020 યોજવામાં આવ્યો હતો. ૪થી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જીવનમાં ગમે તે પરિસ્થિતિમાંથી ઉભરીને કઈ રીતે આગળ આવી બીજા માટે પ્રેરણાનું ઝરણું બનવું તેવો મેસેજ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા ફેબ્યુલસ ફોર એવર નામથી અનોખા ફેશન શૉથી આપવામાં આવ્યો હતો. રે

કેન્સર સર્વાઈવ્સ મહિલાઓ માટે યોજાયો અનોખો ફેબ્યુલસ ફોરએવર ફેશન શો 2020

જાવેદ સૈયદ, અમદાવાદ: અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા એક પોઝિટિવ સંદેશા સાથે કેન્સર સર્વાઈવ્સ મહિલાઓનો ફેબ્યુલસ ફોરએવર ફેશન શૉ 2020 યોજવામાં આવ્યો હતો. ૪થી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જીવનમાં ગમે તે પરિસ્થિતિમાંથી ઉભરીને કઈ રીતે આગળ આવી બીજા માટે પ્રેરણાનું ઝરણું બનવું તેવો મેસેજ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા ફેબ્યુલસ ફોર એવર નામથી અનોખા ફેશન શૉથી આપવામાં આવ્યો હતો. રેનેસન્સ હોટલ, એસજી હાઈવે અમદાવાદ ખાતે કેન્સર સર્વાઈવ મહિલાઓ આ ફેશન શૉમાં જોડાઈ હતી. તેવી 22 મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ આયોજનમાં સામેલ એવા ડૉ. ડી.જી. વિજયે કહ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારના અવેરનેસનું આયોજન અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી દ્વારા કરવામાં આવે છે. જેમાં આ વર્ષની ફેબ્યુલસ ફોર એવર થીમ છે. જેમાં કેન્સર સર્વાઈવ માટે ડીઝાઈનર કપડા, મેકઅપ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કેટલીક સેલિબ્રિટીએ પણ વોક ફોર ધ કોઝ કર્યું હતું. આ પ્રકારના પ્રોગ્રામનો હેતુ સમાજમાં એવો સંદેશો આપવાનો રહ્યો હતો. જેમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન વહેલી તકે થાય તો મટી પણ શકે અને સ્ત્રીઓ વધુ લાંબુ જીવન જીવી પણ શકે છે.

આ ફેશન શૉમાં કેન્સરને હરાવીને નવું જીવન મેળવી બીજાને પ્રેરણા આપતી મહિલાઓમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો. ફેશન શૉમાં ડૉટર મધરની પણ થીમ હતી જેમાં અન્ય સર્વાઈવ મધરે તેમની ડૉટર સાથે કેટ વૉક કર્યું હતું. મહિલાઓએ ફેશન શૉ માટે ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી. એચસીજી દ્વારા દર વર્ષે કેન્સર સર્વાઈવર મહિલાઓને આ રીતે એક સ્ટેજ પર ગેધરીંગ કરવામાં આવે છે પરંતુ આ એક અનોખો અને સફળ પ્રયોગ રહ્યો હતો. જેમાં ફેશન શૉની કોરીઓગ્રાફી શશી કૂંજના પ્રાંગણમાં કલરવ દવે દ્વારા શિખવવામાં આવી હતી. મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ગારમેન્ટ અનાયા ફેશન ડીઝાઈન દ્વારા અપાયા છે. આ બધા કાર્યક્રમની દેખરેખ શરમીરા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ના રશ્મિ અંબાવી દ્વારા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news