કચ્છના ફેમસ મીની તરણેતરના નામથી જાણીતા ‘યક્ષના મેળા’ની શરૂઆત
આજે કચ્છનો મીની તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે કચ્છના મીની તરણેતરનો ઓળખાતો મેળો આજે ખુલ્લો મુકાયો ચાર દિવસ ચાલતો આ મેળાનું ગુજરાતના મંત્રી વાસણ આહીરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગુજરાત ભરમાંથી લોકો અહી આવે છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: આજે કચ્છનો મીની તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે કચ્છના મીની તરણેતરનો ઓળખાતો મેળો આજે ખુલ્લો મુકાયો ચાર દિવસ ચાલતો આ મેળાનું ગુજરાતના મંત્રી વાસણ આહીરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગુજરાત ભરમાંથી લોકો અહી આવે છે.
કચ્છનો આ મેળો મીની તરણેતરનો મેળો તરીકે ઓળખાય છે. આજથી 4 દિવસ માટે ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ આવે છે. 4 દિવસીય મેળામાં મનોરંજન તેમજ દરેક જાતની વસ્તુઓનાં સ્ટોલ ચગડોળ સહિતનાં સાધનો હોય છે. ગામડાં માંથી લોકો અહીં યક્ષ દેવની (ખીર,મીઠા,ભાત) પહેડી પણ કરે છે. આ લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. લગ્ન થયેલા નવા જોડલા હોય કે નાનું બાળક અહીં અચૂક શીશ ઝુકાવે છે.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ
સદીઓ પુરાણો આ મંદિરનો ઈતિહાસ છે. અહીં મેળો ભરાય આરતી પૂજન પહેડી અને ગામના લોકો એક દિવસ પાંખી(બંધ) પાડીને અહીં દર્શનાર્થે આવે છે. આ ઐતિહાસિક સ્થળને હવે ગુજરાતના પ્રવાસનમાં સ્થાન મળે તેવા પ્રયત્નોની દરખાસ્ત પણ મુકાશે. કચ્છમાં આ મોટા મેળામાં કેટલાયે લોકો બહારથી પણ આવતા હોય છે.
નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો
આ મેળામાં 700 વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. 17 એકરમાં ફેલાયેલો આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો છે. મેળામાં કટલેરી,ખાણી-પીણી,ચકડોળ,ઇલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડીમેડ કપડાં, સર્કસ સહીતની નાની મોટી બજારો - સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને એસટીની વ્યવસ્થા 24 કલાક સુધી ઉપલબ્ધ મેળામાં કોઇ અઘટનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે