Farmers Protest: ડુંગળીના ભાવ ન મળતાં ગુજરાતી ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રસ્તા પર કર્યા ઢગલા

ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું

Farmers Protest: ડુંગળીના ભાવ ન મળતાં ગુજરાતી ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રસ્તા પર કર્યા ઢગલા

ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા વેપારી અને ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની નોબત આવી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. 

ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા હરાજી બંધ ક રાઈ. ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. 13 તારીખે રાત્રે આવક શરૂ કરી. આવક જોઈએ તો ગત રાત્રીએ 55થી 60 હજાર કટ્ટાની આવક થઈ હતી. 14 તારીખ રોજ સવારે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી. પરંતુગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ કર્યો. ત્યારબાદ હાઈવે પર ચક્કજામ કર્યો. 

વધુ વિગતો માટે જુઓ Video

મહુવા ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. નિકાસબંધી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ નિકાસબંધીનાં વિરોધમાં ડુંગળી રોડ પર વેરી દીધી. મહુવા માર્કેટીંગયાર્ડમાંથી ખેડૂતો નેશનલ હાઇવે રોડ પર ઉતરી આવ્યા છે. ખેડૂતોએ રોડ ચક્કાજામ કરી સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. નિકાસ બંધ કરવામાં આવતા રાજ્યના ખેડૂતો હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 14, 2023

ખેડૂતોના વિરોધ પર નરેશ પટેલનું નિવેદન
રાજકોટ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરી. પત્રકારો સાથે વાતચીતમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના વિરોધના મુદ્દે તેમણે ખેડૂતોનો પક્ષ ખેંચ્યો. નરેશ પટેલે કહ્યું કે સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ. એવી સ્થિતિ જ ન થવા દેવી જોઈએ કે ખેડૂતોએ વિરોધ કરવો પડે.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 14, 2023

કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો સીએમને પત્ર
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગણી કરી છે. પીએમ મોદીને ગુજરાતના ખેડૂતોનું નુકશાન અટકાવવા નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ કરી છે. ચાવડાએ કહ્યું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે જથ્થાબંધ ભાવો ઘટ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news