વોડકાથી લઈને વ્હીસ્કી સુધી બધુ મોંઘુ... 31 ડિસેમ્બરે બૂટલેગરો આ ભાવે વેચી રહ્યાં છે દારૂની બોટલ

ગુજરાતમાં 31મી ડિસેમ્બર ઉજવવા માટે યુવાનો થનગની રહ્યા છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ ગુજરાત પોલીસે રાજ્યમાં પ્રવેશતા રસ્તાઓ પરની ચેકપોસ્ટો નાબૂદ કરતા બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. દારૂની હેરાફેરી માટે ત્યારે બુટલેગરોએ દારૂના ભાવમાં બમણો વધારો કરી નાખ્યો છે. જોકે, આ વર્ષે બિન્દાસ્ત દારૂ આવ્યો હોવાથી દારૂનુ વેચાણ પણ વધુ થાય તેવી શક્યતાઓ છે. 
વોડકાથી લઈને વ્હીસ્કી સુધી બધુ મોંઘુ... 31 ડિસેમ્બરે બૂટલેગરો આ ભાવે વેચી રહ્યાં છે દારૂની બોટલ

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં 31મી ડિસેમ્બર ઉજવવા માટે યુવાનો થનગની રહ્યા છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ ગુજરાત પોલીસે રાજ્યમાં પ્રવેશતા રસ્તાઓ પરની ચેકપોસ્ટો નાબૂદ કરતા બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. દારૂની હેરાફેરી માટે ત્યારે બુટલેગરોએ દારૂના ભાવમાં બમણો વધારો કરી નાખ્યો છે. જોકે, આ વર્ષે બિન્દાસ્ત દારૂ આવ્યો હોવાથી દારૂનુ વેચાણ પણ વધુ થાય તેવી શક્યતાઓ છે. 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે માત્ર ચોપડા પર જ છે. ગુજરાતના બુટલેગરો યુક્તિ પ્રયુક્તિથી ગુજરાતમાં દારૂ ઠાલવે છે અને બમણા ભાવમાં ગુજરાતીઓને વેચે પણ છે. ત્યારે 31મી ડિસેમ્બરને લઈને આ ભાવમાં વધારો કરી નાંખ્યો છે. 31મી ડિસેમ્બર હોઈ ગુજરાતના બૂટલેગરોએ બમણો દારૂ મંગાવ્યો છે. કારણ કે, ચેકપોસ્ટ નાબૂદ થતા બૂટલેગરોને ઘી કેળા થયા છે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂના ભાવમાં કેટલો વધારો થયો છે તે જોઈએ...

  • હેવર્ડસ 5000 - 250થી વધી 350
  • બુલેટ - 250થી વધીને 400
  • હેવર્ડસ 2000 - 300 થી વધી ને 400
  • કિંગફિશર - 250 થી વધી ને 350 

લો ક્વોલિટી વ્હીસ્કીના ભાવ 

  • 8PM - 600 થી વધીને 800
  • મેકડોવેલ - 700થી વધીને 1000
  • મોગલ મોનાર્ક - 600થી વધીને 850 
  • એરિસ્ટોકેટ - 500થી વધીને 800 

કોંગ્રેસનો સણસણતો આરોપ, ગુજરાત સરકારે પાક વીમામાં 25-50 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે

મીડિયમ ક્વોલિટી વ્હીસ્કીના ભાવ   

  • સિગ્નેચર - 1100થી વધીને 1500
  • રોયલ સ્ટેગ - 800થી વધીને 1000
  • ડર્બી સ્પેશિયલ - 800થી વધીને 1000
  • બકાર્ડી રમ - 800થી વધીને 1000  

પ્રીમિયમ ક્વોલિટી વ્હીસ્કીના ભાવ

  • બ્લેન્ડર - 1200થી વધીને 1600
  • જ્હોનીવોકર  - 3200થી વધીને 4000
  • 100 પાઇપર - 2200થી વધીને 2400
  • ટીચર્સ - 2200થી વધીને 2500
  • શીવાસ રીગલ - 4000થી વધીને 4500
  • રશિયન વોડકા - 1400થી વધીને 1800 
  • બ્લેક ડોગ - 2000થી વધીને 2400
  • વેલેન્ટાઈન - 2500થી વધીને 3000

New year 2020 : દારૂ પીને છાકટા કરતા પહેલા સો વાર વિચારજો, આવો છે ગુજરાતમાં પોલીસ બંદોબસ્ત

ગુજરાતમાં દારૂ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં બુટલેગરો મંગાવતા હોવાના સંચાર આવરનારવાર મળ્યાં છે. ત્યારે આ દારૂ ગુજરાત માટે નકલી બેચ નંબર સાથે બનવામાં આવે છે. આ દારૂ બુટલેગરો સસ્તા ભાવે મોટી માત્રામાં મંગાવે છે અને ગુજરાતના અલગ અલગ સ્થળ પર કટિંગ કરી અલગ અલગ બુટલેગરો પોતાના ઠેકાણે લઇ જઈ વેચાણ કરે છે. 

ગુજરાતની બોર્ડર પર આજ દિન સુધી પોલીસની ચેકપોસ્ટ હતી, જ્યાં દારૂની ટ્રકો પકડાતી હતી. ત્યારે હવે ગુજરાત પોલીસ વડાએ તાજેતરમાં જ આ ચેક પોસ્ટ હટાવી લેતા બૂટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે આ વખતની 31મી ડિસેમ્બરમાં બૂટલેગરોની કમાણીમાં મોટા પ્રમાણનો વધારો થવાની ચર્ચા થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news