વડોદરા: ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
વડોદરાના સલાટવાડા બહુચરાજી રોડ પર આવેલા એક પેપર પસ્તી અને લોખંડ ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગને પગલે સ્થાનિક રહીશોનું ટોળું ઘટના સ્થળે એકત્ર થઇ ગયું હતું.
Trending Photos
તૃષાર પટેલ, વડોદરા: વડોદરાના સલાટવાડા બહુચરાજી રોડ પર આવેલા પેપર પૂંઠા સાથેના ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગવાના કારણે ધુમાળાના ગોટે ગોટા ઊંચે જોવા મળ્યા હતા. જો કે, આગમાં કોઇ પણ જાનહાની સર્જાઇ નહોતી.
વધુમાં વાંચો:- ભાજપના રાજ્યસભાના ઉમેદવારોએ ભર્યૂ ઉમેદવારી ફોર્મ
વડોદરાના સલાટવાડા બહુચરાજી રોડ પર આવેલા એક પેપર પસ્તી અને લોખંડ ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગને પગલે સ્થાનિક રહીશોનું ટોળું ઘટના સ્થળે એકત્ર થઇ ગયું હતું. ગોડાઉનમાં આગ લાગતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલલો પણ અટવાઇ ગયા હતા. જો કે, રહીશોએ સમયસૂચકતા વાપરીને રસ્તો બંધ કરી દીધો હતો. પેપર અને પૂંઠામાં આગ લાગવાના કારણે આગ વિકરાળ બની હતી અને ધુમાળાના ગોટે ગોટા આકાશ સુધી ઊંચે જોવા મળી રહ્યાં હતા.
વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી પત્ર ભરે તે પહેલા જ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો
આગની ઘટના અંગે ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગના લશ્કરો ચાર ગાડીઓ સાથે બનાવ સ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરના લશ્કરોને કામગીરી કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ગોડાઉનમાંથી જીવંત વાયર જમીન પર પડી જતાં ફાયર વિભાગ ગોડાઉનની અંદરના ભાગમાં પહોંચી શક્યું ન હતું. અલબત્ત શહેરમાં અનેક જગ્યાઓ ગેરકાયદેસર દબાણ કરી કામચલાઉ આ પ્રકારના ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે.
પાલિકાની ભ્રષ્ટ વહીવટને કારણે બિલાડીની ટોપની માફક ઊગી નીકળેલા આ પ્રકારના ગોડાઉનએ જીવતાં બૉમ્બ સમાન બનીને રહ્યા છે..તંત્ર આવા ગેરકાયદેસર બાંધેલ ગોડાઉનના સંચાલકો સામે જરૂરી કાર્યવાહી કરે ઇચ્છનીય છે. પસ્તી ભંગારના ગોડાઉનમાં લાગેલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક અનુમાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું ફાયર વિભાગને લાગી રહ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે