મૌરયા પાસે સેનેટાઇઝર બનાવતી કંપનીમાં આગ, 13 ફાઇટર ઘટનાસ્થળે

મોરૈયા ગામમાં આવેલી સેનેટાઇઝર બનાવતી આરમેડ ફોર્મેશન નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 13

મૌરયા પાસે સેનેટાઇઝર બનાવતી કંપનીમાં આગ, 13 ફાઇટર ઘટનાસ્થળે

મૌલિક ધામેચા, અમદાવાદ: મોરૈયા ગામમાં આવેલી સેનેટાઇઝર બનાવતી આરમેડ ફોર્મેશન નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 13 ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

થોડા સમય અગાઉ સાણંદ GIDC વિસ્તારમાં આવેલી ડાયપર બનાવતી જાપાનીઝ કંપની યુનિચાર્મમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં તો આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી તેના પર કાબૂ મેળવવા માટે 36 ફાયર ફાઇટરોએ 6થી 7 રાઉન્ડ દ્વારા કુલ 40 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news