આગ કે આત્મહત્યા? રાજકોટના ફ્લેટમાં આગ: પતિ,પુત્ર અને પુત્રી સારવાર હેઠળ, પત્નીનું મોત

રેલવેનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ યોગીરાજસિંહ સરવૈયા, પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પત્નિ વર્ષાબાનું મોત નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

Updated By: May 13, 2021, 10:14 PM IST
આગ કે આત્મહત્યા? રાજકોટના ફ્લેટમાં આગ: પતિ,પુત્ર અને પુત્રી સારવાર હેઠળ, પત્નીનું મોત

રાજકોટ : રેલવેનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ યોગીરાજસિંહ સરવૈયા, પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પત્નિ વર્ષાબાનું મોત નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજે 6 વાગ્યે આસપાસ રાજકોટ રેલવેનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ડી વિંગના છઠ્ઠામાળે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેમાં યોગીરાજસિંહ સરવૈયા, 3 વર્ષનાં પુત્ર પૂર્વરાજ સરવૈયા અને 6 વરષની પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાકલ કરવામાં આવ્યા છે. 

પત્ની વર્ષાબા સરવૈયાનું મોત નિપજતા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી હતી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભુત હોવાનું સામે આવી રહ્યું છે. જો કે પોલીસનાં અનુસાર ઘરકંકાસ કારણભુત હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ રહ્યું છે. યોગીરાજસિંહ પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા જણાવ્યું કે, ઘરમાં હતા તે સમયે બાળકો સુતા હતા ત્યારે પત્નીએ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. સમગ્ર મામલે આત્મહત્યા જ છે કે પછી આકસ્મિક આગ છે તે અંગે પોલીસે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube