મોરબી: જમીનની માપણી ચાલી રહી હતી અને અચાનક બેજોટાળીમાંથી ફાયરિંગ થયું અને...
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી: જીલ્લામાં આવેલા ઠીકરીયાળી ગામ દેવાબાપની જગ્યા પાસે જામીનન ડખ્ખામાં ગઈકાલે યુવાન ઉપર હુમલો કરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને હાલમાં જગ્યાના મહંત તેમજ તેના દીકર સહીત કુલ મળીને ૧૧ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરુ કરેલ છે. વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક આવેલ દેવાબાપાની જગ્યા પાસે રાજપરા ગામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ બનાવમાં ધનજીભાઈ હમીરભાઈ કોળીને ઈજાઓ થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેને દેવાબાપાની જગ્યાના મહંત વીરજી ભગત તેમજ તેના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ સહીત કુલ મળીને ૧૧ શખ્સોની સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને લખાવ્યું છે કે, જગ્યાના મહંતના કૌટુંબિક ભાઈ ધનજીભાઈ પરેથી તેમને જમીન લીધી હતી. જો કે, તેના ઉપર કબજો કરી લેવામાં આવ્યો હોવાથી તે જમીન તેને રાજકોટના દરબારને વેચી હતી.
આ જમીન બાબતે મનદુઃખ હતું તેવામાં ગઈકાલે ધનજીભાઈ હમીરભાઈ કોળી જમીનની માપણી કરવા માટે દેવાબાપાની જગ્યાએ ગયા હતા. ત્યારે દેવાબપાની જગ્યાના મહંત વીરજી ભગત અને તેના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ અને નારણભાઈ સહીતના લોકોને બોલાવ્યા હતા. ત્યારે નારણભાઈ દ્વારા તેના પાસે રહેલા જોટામાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેથી કરીને ધનજીભાઈ હમીરભાઈ કોળીને ઈજા થતા ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર ખસેડાયો હતો. હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને જગ્યાના મહંત સહિતના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે