ગજબની એપ...ફોન ચોરાઈ જાય તો લોકેશનની સાથે સાથે ચોરનો PHOTO પણ તમને આપશે

IIT બીએચુના એક વિદ્યાર્થીએ વીજીએમ સિક્યુરિટી નામની એક એપ તૈયાર કરી છે. જેના દ્વારા તમને જો મોબાઈલ ચોરી થયો તો તેનું લોકેશન તો મળી જ જશે પરંતુ સાથે સાથે તે ચોરનો ફોટો પણ તે એપના માધ્યમથી મળી જશે.

ગજબની એપ...ફોન ચોરાઈ જાય તો લોકેશનની સાથે સાથે ચોરનો PHOTO પણ તમને આપશે

નવીન પાંડે/વારાણસી: IIT બીએચુના એક વિદ્યાર્થીએ વીજીએમ સિક્યુરિટી નામની એક એપ તૈયાર કરી છે. જેના દ્વારા તમને જો મોબાઈલ ચોરી થયો તો તેનું લોકેશન તો મળી જ જશે પરંતુ સાથે સાથે તે ચોરનો ફોટો પણ તે એપના માધ્યમથી મળી જશે.

વીજીએમ એટલે કે વેરી ગુડ મોર્નિંગ એપ તૈયાર કરનારા IIT બીએચયુના વિદ્યાર્થી મૃત્યુંજય સિંહનું માનીએ તો આ એપને તમારે સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ જો ફોન ખોવાઈ જાય તો લોકેશનની સાથે સાથે તમને તે ફોન ચોરાયો હશે તો તેના ચોરની તસવીર પણ મળી જશે. 

મૃત્યુંજયે જણાવ્યું કે એપ ઈન્સ્ટોલ કર્યા બાદ ફોન સ્વિચ ઓફ કરવા માટે પાસવર્ડની જરૂર પડે છે. જે ફક્ત તમને ખબર હશે. આવામાં ચોર ફોન બંધ કરી શકશે નહીં. જેના કારણે તેનું લોકેશન ટ્રેસ થઈ જશે. ફોનના ડેટાને કોમ્પ્યુટરથી વીજીએમના આઈડી અને પાસવર્ડથી રિકવર અને ડિલિટ પણ કરી શકાય છે. 

એપને આ રીતે કરો ઈન્સ્ટોલ
આ એપને પ્લે સ્ટોર પરથી ઈન્સ્ટોલ કરી શકાય છે. ત્યારબાદ એપ યૂઝર પાસે મોબાઈલ એડમિનિસ્ટ્રેટર બનવા માટે પરમિશન માંગશે. સ્વીકૃતિ મળ્યા બાદ મેલ પર એક કોડ મોકલવામાં આવશે. જેના દ્વારા એપ ઈન્સ્ટોલ કરી શકાય છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફિચર
આ એપ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ કમાલની એપ છે. એપના પાવર બટનને 3 વાર દબાવવાથી કે પછી મોબાઈલને ત્રણવાર શેક કરતા જ મહિલાનું લોકેશન ઘર સહિત પોલીસના ઈમરજન્સી નંબર પર પહોંચી જશે. જેના કારણે મહિલાને સમયસર બચાવી શકાશે. આ એપનું પ્લે સ્ટોર પર રેટિંગ 4.3 છે. 

એપને લઈને મૃત્યુંજયે વારાણસીના એસએસપી સાથે પણ મુલાકાત કરી. મૃત્યુંજયે જણાવ્યું કે એસએસપીને પણ આ એપ ઘણી પસંદ પડી છે. તેમણે સાઈબર સેલમાં તેના પ્રેઝન્ટેશન માટે પણ તેને બોલાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news