પાણી માટે લોહી વહાવ્યું, જુઓ નર્મદા નદી માટે શું કર્યું રેવાપ્રેમીઓએ...

ભરૂચવાસીઓએ પાવન સલીલામાં નર્મદા પોતાનું અસ્તિત્વ નદીએ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખ્યો છે. આ પત્ર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને જિલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.
પાણી માટે લોહી વહાવ્યું, જુઓ નર્મદા નદી માટે શું કર્યું રેવાપ્રેમીઓએ...

ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચવાસીઓએ પાવન સલીલામાં નર્મદા પોતાનું અસ્તિત્વ નદીએ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખ્યો છે. આ પત્ર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને જિલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી અને જેના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાય છે તેવી પાવન સલીલામાં નર્મદા નદી આજે નામશેષ થઈ જઈ રહી છે. નર્મદા નદીનું સ્થઆન દરિયાએ લઈ લેતા આજે જાગેશ્વરથી ઝનોર સુધીના નર્મદા પટમાં દરિયાના પાણી ફરી વળતા આજે નર્મદા નદી એક સફેદ રણ બની ગઈ છે. ત્યારે નર્મદા નદી લુપ્ત થવાના કારણે બેરોજગાર બનેલા 35 હજારથી વધુ માછીમારોની સ્થિતિ દયનીય બની ગઈ છે. નર્મદા નદીને પુનઃ બે કાંઠે વહેતી કરવા માટે માછીમાર સમાજ દ્વારા આંદોલનો કરાયા છે.

SaveNarmada.JPG

ભરૂચ માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે, સો થી વધુ આવેદન પત્રો અપાયા, છતાં પણ સરકાર ન જાગતા આખરે માછીમાર સમાજે નર્મદા નદીને જીવંત કરવા માટે પોતાના લોહીથી પ્રાર્થના પત્ર લખી ગુજરાતના મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન, નેશનલ ગ્રીન ટ્યુબિનલને સંબોધિત પત્ર લખ્યા છે. આ પત્રો ભરૂચ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી નર્મદા નદીને જીવંત રહેવા દેવા માટે 6 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગણી કરી છે. તેમજ આ આંદોલનના શ્રી ગણેશ કરવા સાથે કેવડિયા યાત્રા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news