તમે પણ ચેતી જજો! નિવૃત શિક્ષિકાની જમીનમાં ચણાઈ ગયા સાત મકાનો, કબાટમાંથી આ રીતે મળ્યા દસ્તાવેજ!
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસમાં નિવૃત શિક્ષિકાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે, પોલીસે લલીતાબેન રૂપારેલીયા નામના શિક્ષકની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના લક્ષ્મીવાડી શેરી નં. 11/17ના ખૂણે રહેતા નિવૃત શિક્ષિકા લલીતાબેન રમણીકભાઈ રૂપારેલીયાના પરસાણાનગરમાં આવેલા પ્લોટમાં દબાણ કરી મકાન ચણી લેનાર પાંચ આરોપીઓ વિરૂધ્ધ પ્ર.નગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસમાં નિવૃત શિક્ષિકાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે લલીતાબેન રૂપારેલીયા નામના શિક્ષકની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી છે ફરિયાદી લલીતાબેન ને જણાવ્યું હતું કે, તેના પતિનું વર્ષ 2013માં અવસાન થયેલ છે. તેમના પતિના આગળના ઘરના ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ મનહરપુર -1 ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વર્ષ 2006 માં નિવૃત થયેલ હતાં. તેમને ગઈ તા.02-03-2022 ના રોજ કલેકટરને લેન્ડગ્રેબિંગની અરજી કરેલ હતી.
જે અરજી કલેકટરે તપાસ માટે એસીપીને સોંપતા અરજદાર લલીતાબેનની પ્લોટ પર સામેવાળા દીવાળીબેન ચુનીભાઇ સોલંકી, સંજયભાઇ હરીભાઇ વાઘેલા, શાંતાબેન, નારણભાઇ છગનભાઇ પુરબીયા, અમૃતાબેન ઉર્ફે સોનલબેન શ્રવણભાઇ ચૌહાણ, બટુકભાઇ વિઠ્ઠલભાઇ વાઘેલા અને રમેશભાઇ અમરશીભાઇ ડાંગરએ પાકા મકાન બનાવી પ્લોટનો કબ્જો કરી પચાવી પાડેલ હોય નો રિપોર્ટ કલેકટરને કરતાં તેને લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
સર્વેનં. 575 પૈકીની બીન ખેડવાણ વાળી જમીન જે હાલ પરસાણાનગર -5 તરીકે ઓળખાય છે જેના પ્લોટ નં.63 જેનુ ક્ષેત્રફળ 1121.10 ચો.વાર તથા પ્લોટ નં.64 જેનુ ક્ષેત્રફળ 637.50 જે કુલ 1758.60 ચો.વારની જમીન છે. તેમના પતિએ જમીનના માલીક મુળજીભાઇ લાખાભાઇ પટેલ તથા કાનાભાઇ કેશુભાઇ પટેલ (રહે.દીવાનપરા) , પાસેથી વર્ષ,1963 માં દસ્તાવેજથી ખરીદ કરેલ હતી. જેમાં પ્લોટ નં.64 ના 8 સબ પ્લોટીંગ કરી વેચાણ થી અન્યને આપી દીધેલ અને પ્લોટ નં.63 ના 5 સબ પ્લોટીંગ પાડેલ અને તેમાં 63/1 થી 63/4 એમ ચાર સબ પ્લોટ અન્યને વેચાણથી આપી દીધેલ અને 63 નંબરના પ્લોટ પૈકીનો સબ પ્લોટ નં. 63 /5 જેનુ ક્ષેત્રફળ 349.84 ચો.મી. કોઇને આપેલ નહી જે પ્લોટ વોકળાના કાંઠે આવેલ છે.
પ્લોટનો તમામ વહીવટ તેમના પતિ કરતા હતા જેથી પ્લોટ બાબતે તેમને કોઇ ખ્યાલ ન હતો. ત્યાર બાદ વર્ષ કોરોનાના સમયગાળા દરમિયાન કબાટ સાફ કરતા તેમાંથી પ્લોટના કાગળો મળેલ અને તેના પુત્રએ બાબતે તપાસ કરતા પ્લોટ ઉપર તથા સરકારી ખરાબાની જમીન ઉપર મકાન બની ગયેલ છે. જ્યાં તેમના પ્લોટ પર સાત મકાન બની ગયેલ જે અંગે મકાન ધારકો સાથે વાતચીત કરતા તેઓએ અહીંયાથી ચાલ્યા જાઓ નહીતર તમારી ઉપર ફરીયાદ કરીશુ તેવી ધમકી આપી હતી.
જે બાદ તપાસ કરતાં પ્લોટ પર દિવાળીબેન, સંજયભાઇ, શાંતાબેન, નારણભાઈ , અમૃતાબેન, બટુકભાઇ અને રમેશભાઇ નામના શખ્સોએ કબજો કરી મકાન ચણી લીધાં હતાં.જેથી તા .03-02 ના કલેક્ટર ઓફિસમાં લેન્ડગ્રેબીંગની અરજી કરેલ હતી. ત્યાર બાદ સીટી સર્વેયર ઓફિસમાંથી પ્લોટ નં .63/5 ની માપણી કરવામાં આવેલ જેમાં મકાન નં .1 પર દિવાળીબેન સોલંકીએ ચો.વાર 20.15 પૈકી 10.43 ચો.વાર બાંધકામ કરી લીધેલ અને નં. 2 પર સંજયભાઇ વાધેલાએ ચો.વાર 34.40 પૈકી 19.87 ચો.વાર બાંધકામ કરી નાખેલ, નં.3 પર શાંતાબેન પરમારએ ચો.વાર 41.44 પૈકી 25.45 ચો.વાર બાંધકામ કરી નાખેલ, નં.4 પર નારણભાઇ પુરબીયાએ ચો.વાર 59.48 પૈકી 41.25 ચો.વાર બાંધકામ કરી આગળનો ભાગમાં દબાણ કરી નાખેલ, નં.5 પર અમૃતાબેન ઉર્ફે સોનલબેન ચૌહાણએ ચો.વાર 78.70 પૈકી 52.78 ચો.વાર બાંધકામ કરી આગળનો ભાગમાં દબાણ કરી નાખેલ, નં.6 પર બટુકભાઇ વાધેલાએ ચો.વાર 105.55 પૈકી 68.15 ચો.વાર બાંધકામ કરેલ અને નં.7 પર રમેશભાઇ ડાંગરે ચો.વાર 60.90 પૈકી 53.29 ચો.વાર બાંધકામ કરી આગળનો ભાગ શેરી તરીકે ઉપયોગ કરી દબાણ કરી નંખ્યાનું ખુલ્યું હતું.
ત્યારબાદ, સાતેય દબાણ ધારકો પૈકીના શાંતાબેને અમારી સાથે સમજુતી કરાર કરી તેઓએ દબાણ કરેલ જમીનનો કબ્જો ફરિયાદીને સોપી દીધેલ હતો. તેમજ રમેશભાઇ ડાંગરે દબાણ વાળી જમીન વેચાણ રાખવા સમજુતી કરાર કરેલ છે. તે સીવાયના પાંચેય દબાણ ધારકો ખાલી કરતા ન હોય અને ગેરકાયદેસર કબ્જો જમાવી દીધેલ છે. પ્રદ્યુમન નગર પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેવીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધ શરૂ કરી છે.
હાલ પોલીસે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિવૃત્ત શિક્ષિકા ના પતિએ લીધેલો 400 વાર નો પ્લોટ ફરી એક વખત ખાલી કરાવી આપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે