રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશના ઈતિહાસને સમજતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે વીર સાવરકર (Veer Savarkar) જેવા મહાન દેશભક્ત પર ટિપ્પણી કરી રહ્યાં છે તે સાવ હલકી વાત છે. હકીકતમાં રવિશંકર પ્રસાદે રાહુલના ભારત બચાવો રેલી (Bharat Bachao Rally ) વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશના ઈતિહાસને સમજતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે વીર સાવરકર (Veer Savarkar) જેવા મહાન દેશભક્ત પર ટિપ્પણી કરી રહ્યાં છે તે સાવ હલકી વાત છે. હકીકતમાં રવિશંકર પ્રસાદે રાહુલના ભારત બચાવો રેલી (Bharat Bachao Rally ) વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે ભારતની સેના અને બાલાકોટ (Balakot) એરસ્ટ્રાઈક (Air Strike) પર પુરાવા માંગનારા હવે સાવરકર પર સવાલ ઉઠાવી રહ્યાં છે તેમની દેશભક્તિ પર ટિપ્પણી કરે જે વર્ષો અંગ્રેજોની કાળ કોટડીમાં રહ્યાં હતાં.
તેમણે કહ્યું કે રાહુલની વાતોમાં મહાપુરુષોની જાણકારીનો અભાવ બોલે છે તેમને ઈતિહાસની જાણકારી નથી. તેમની જિંદગી પરિવાર પર સમેટાઈ ગઈ છે. તેમનો અહંકાર બોલે છે. આ બાજુ ભાજપ (BJP) ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ જો 100 જન્મ પણ લે તો તેઓ સાવરકર બની શકશે નહીં.
આ અગાઉ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) નો ફોટો ટ્વીટ કરતા લખ્યું કે "વીર સાવરકર તો સાચા દેશભક્ત હતાં...ઉધારની સરનેમ લેવાથી કોઈ ગાંધી બની જતું નથી. કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત થવા માટે તો નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાન લોહી જોઈએ." કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "વેશ બદલીને અનેક લોકોએ હિન્દુસ્તાનને લૂંટ્યું છે પણ હવે નહીં એવું નહીં થાય. આ ત્રણ કોણ છે? શું આ ત્રણેય દેશના સામાન્ય નાગરિક છે?"
આ VIDEO પણ ખાસ જુઓ...
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ.
તેમણે કહ્યું હતું કે માફી તો નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહે (Amit Shah) દેશની માંગવી જોઈએ. નોંધનીય છે કે ભાજપે માગણી કરી છે કે રાહુલ ગાંધી રેપ કેપિટલ (Rape Capital) વાળા નિવેદન પર માફી માંગે.
રાહુલ ગાંધીએ નોટબંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે "મોદીજીએ તમને ખોટું કહ્યું છે કે કાળા નાણા વિરુદ્ધ લડત લડવાની છે. તેમણે જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને અદાણી અને અનિલ અંબાણીને આપી દીધા."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે