વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?

વર્ષોથી કોંગ્રેસ (Congress)  ભાજપ (BJP) અને રાષ્ટ્રવાદીઓ પર વીર સાવરકર (Veer Savarkar) નું નામ લઈને હલ્લાબોલ કરતી આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી અને આથી તેઓ રાષ્ટ્રભક્ત કોઈ પણ પ્રકારે કહી શકાય નહીં. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર માફી માંગવાની જગ્યાએ કહ્યું કે "કોંગ્રેસવાળા બબ્બર શેર હોય છે, હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી નહીં માંગુ!"

Updated By: Dec 14, 2019, 06:00 PM IST
વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?

નવી દિલ્હી: વર્ષોથી કોંગ્રેસ (Congress)  ભાજપ (BJP) અને રાષ્ટ્રવાદીઓ પર વીર સાવરકર (Veer Savarkar) નું નામ લઈને હલ્લાબોલ કરતી આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી અને આથી તેઓ રાષ્ટ્રભક્ત કોઈ પણ પ્રકારે કહી શકાય નહીં. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર માફી માંગવાની જગ્યાએ કહ્યું કે "કોંગ્રેસવાળા બબ્બર શેર હોય છે, હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી નહીં માંગુ!"

સાવરકરની માફી કોંગ્રેસનું ઐતિહાસિક જુઠ્ઠાણું છે
સાવરકરે માફી માંગી હતી? જેનો જવાબ છે ના... વીર સાવરકરે અંગ્રેજોની માફી માંગી નહતી. કોંગ્રેસનો આરોપ છે કે તેમણે સજાથી બચવા માટે અંગ્રેજો પાસે માફી માંગી હતી. આ બિલકુલ સાચુ નથી પરંતુ કોંગ્રેસનું એક ઐતિહાસિક જુઠ્ઠાણું છે. આજની પેઢી જો  આ વાતની સચ્ચાઈ જાણવા માંગતી હોય તો આ સત્ય છૂપાયેલું છે ઈતિહાસકાર અને લેખક વિક્રમ સંપથ દ્વારા લખાયેલા પુસ્તક સાવરકરની આત્મકથા 'સાવરકર-ઈકોઝ ફ્રોમ અ ફોરગોટન પાસ્ટ'માં.

સાવરકર-ઈકોઝ ફ્રોમ અ ફોરગોટન પાસ્ટ
ઈતિહાસકાર અને લેખક વિક્રમ સંપથ દ્વારા લખાયેલી સાવરકરની આત્મકથાને વાંચીને આ સત્ય જાણી શકાય છે કે વીર સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી નહતી. વીર સાવરકરના જીવન પર આધારિત આ પુસ્તકમાં સંપથે સાવરકરના જીવનના અનેક પહેલુઓના મહત્વના સત્ય રજુ કર્યા છે. 

રાહુલ ગાંધી વીર સાવરકરને કેટલું જાણે છે?
સાવરકરની આડમાં ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદીઓ પર હુમલો કરનારી કોંગ્રેસ પણ આ જુઠ્ઠાણું ચલાવી રાખવા માંગે છે. જો કોંગ્રેસીઓને કે ખુદ રાહુલ ગાંધીને પૂછવામાં આવે કે શું તેઓ સાચે સાવરકરને જાણે છે કે તેઓ સાવરકરને  કેટલું જાણે છે? તો આ સવાલોના તેમની પાસે પણ કોઈ જવાબ નહીં હોય. રાહુલ ગાંધી કોંગ્રેસના એવા પોપટની ભૂમિકા ભજવી રહ્યાં છે જેમને એ તો ખબર છે કે તેમણે શું બોલવાનું છે પરંતુ તે જાણતા નથી કે તેમના શબ્દોનો અર્થ શું છે. 

સાવરકરનું માફીનામું એક બનાવેલું જુઠ્ઠાણું
જો કોંગ્રેસને આ ઐતિહાસિક જુઠ્ઠાણા પરથી પડદો ઉઠાવવાનું કહેવામાં આવે તો કદાચ જ કોઈ એકાદ નેતા એવા મળે જેઓ યોગ્ય ઢબે આ સમજી શકતા હશે. 'સાવરકર-ઈકોઝ ફ્રોમ અ ફોરગોટન પાસ્ટ'માં સંપથે સાવરકર દ્વારા અંગ્રેજોને લખાયેલી દયા અરજી ઉપર પણ વિસ્તારથી વાત કરી છે. તેમણે પુસ્તકમાં સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ દયા અરજી નહતી. આ ફક્ત એક કાનૂની અરજી હતી. 

સાવરકરે લખેલી અરજી શેની હતી?
સાવરકર કાયદાના જાણકાર હતાં. તેઓ એ પણ જાણતા હતાં કે પ્રત્યે રાજકેદીને એક વકીલ કરીને પોતાનો કેસ લડવાની છૂટ હોય છે. આ જ પ્રકારે તમામ રાજકેદીઓને અરજી કરવાની છૂટ અપાઈ હતી. આથી તેમણે જેલમાંથી છૂટીને દેશ સેવામાં પોતાને લગાવવા માટે આ અરજીનો ઉપયોગ કર્યો હતો. આ અરજીમાં અંગ્રેજ સરકારને વચન આપવામાં આવે છે કે જો કેદીને જેલમાંથી છોડવામાં આવે તો તેઓ અંગ્રેજ સરકાર વિરુદ્ધ જશે નહીં. એક બુદ્ધિશાળી ક્રાંતિકારી તરીકે સાવરકરે ખુબ ચતુરાઈથી આ અરજીનો ઉપયોગ પોતાના છૂટકારા હેતુ કર્યો હતો. 

ગાંધીજીએ કહ્યું હતું કે સાવરકર એક ચતુર ક્રાંતિકારી છે
આ વાત તો મહાત્મા ગાંધીજીએ પણ સ્વીકારી હતી કે સાવરકર એક ચતુર ક્રાંતિકારી છે કારણ કે તેમણે આ અરજીનો ઉપયોગ કરીને પોતાના છૂટકારાની દિશામાં પ્રયત્ન કર્યો હતો. કારણ કે તેઓ જાણતા હતાં કે જેલમાં રહીને દેશ માટે એટલું નહીં કરી શકાય જેટલું જેલની બહાર નીકળીને કરી શકાય. 

સાવરકર હીરો હતાં વીલન નહીં
આઝાદી પહેલા અને ત્યારબાદ ના સમયને જો કોઈ પ્રમાણિકતાથી જાણતું હોય કે પછી જેણે તે સમયગાળાના સત્યને પુસ્તકોમાં કે વાસ્તવિક ભારતના ઈતિહાસમાં વાચ્યું હોય તો તેઓ બેશક વિનાયક દામોદર સાવરકરને હીરો જ કહેશે. વીર સાવરકરે ભારતની સ્વતંત્રતા હેતુ કપરા  બલિદાન આપ્યાં. પરંતુ આમ છતાં તેમને સ્વતંત્ર ભારતની કોંગ્રેસ સરકારે ક્રાંતિકારી તરીકે સ્વીકાર્યા નહીં જેના તેઓ હકદાર હતાં. 

સાવરકર વીર પણ હતાં અને મહાન દેશભક્ત ક્રાંતિકારી પણ હતાં
દેશ માટે વીર સાવરકરે તમામ પ્રકારની યાતનાઓનો સામનો કર્યો. 1910માં નાસિકના અંગ્રેજ કલેક્ટરની હત્યાના ગુનામાં સાવરકરને 25-25 વર્ષની બે અલગ અલગ સજાઓ થઈ હતી. તેમને કાળા પાણીની સજા થઈ અને અંદમાનની કુખ્યાત સેલ્યુલર જેલમાં રાખવામાં આવ્યાં હતાં. 9 વર્ષ સુધી અમાનવીય અત્યાચાર તેમના પર થયાં. 

સાવરકરે અમાનવીય અત્યાચાર સહન કર્યા હતાં
જેલમાં સાવરકરને 13.5/7.5 ફૂટની કાળ કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં. આંદમાનમાં સરકારી ઓફિસર બગ્ગીમાં ફરતા હતાં અને સાવરકર સહિત તમામ કેદીઓએ તે બગ્ગીઓને ખેંચવી પડતી હતી. કેદીઓ બગ્ગી ખેંચવામાં જરાય લડખડાય તો તેમને ચાબુકથી મારવામાં આવતા હતાં. આ ઉપરાંત કેદીઓએ જેલમાં ઘાણી ચલાવીને તેલ પણ કાઢવુ પડતું હતું. 

જુઓ VIDEO... શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

ટોઈલેટમાં પણ ભીડ હોવાના કારણે ક્યારેક ક્યારેક તો કેદીઓએ જેલમાં પોતાના રૂમના એક ખૂણામાં જ મળત્યાગ કરવો પડતો હતો. ક્યારેક તો કેદીઓએ ઊભા ઊભા જ હથકડી અને બેડીઓ પહેરીને દિવસ પસાર કરવો પડતો હતો. અનેકવાર તેમને ઊભા ઊભા જ મળ ત્યાગ કરવાનો દંડ મળતો હતો. આ દરમિયાન તેમને ઉલટી થાય તો પણ બેસવાની મંજૂરી મળતી નહતી. 

વીર સાવરકારને મળવો જોઈએ ભારત રત્ન
આવા વીર સાવરકરને જો ભારત રત્ન આપવામાં આવે તો તેમાં કોંગ્રેસને કોઈ આપત્તિ હોવી જોઈતી નહતી. જો આપત્તિ હોય તો કોંગ્રેસીઓએ પોતાના ભારત રત્ન રાજીવ ગાંધી અને વીર સાવરકરની સરખામણી કરી લેવી જોઈએ. જવાબ આપોઆપ મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....