ચોથી લહેરની આગાહી આવી ગઈ, આ મહિનામાં પિક પર આવશે કોરોનાના કેસ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના હજી ગયો નથી. ચોથી લહેર ગમે ત્યારે આવી શકે છે. ત્યારે હવે ચોથી લહેરના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ વચ્ચે ચિંતા લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. જુન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કોરોનાની ચોથી લહેરની આશંકા વ્યક્ત કરાઈ છે.
જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર પાર્થિવ મહેતાએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, દેશના ચોથી લહેર આવશે એમાં કોઈ શંકા નથી, પરંતુ તેની અસર અગાઉ આવેલા લહેરની તુલનામાં ખૂબ નહિવત રહેશે. હાલ જે રીતે વિશ્વમાં તેમજ દેશના કેટલાક ભાગમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એવામાં મે મહિનાના અંત તેમજ જૂન મહિનાની શરૂઆતમાં કોરોનાનો પિક આવે તેવી શક્યતા લાગી રહી છે. ત્રીજી લહેરમા જે કેસો આવ્યા હતા તેની તુલનામાં 10 ટકા જેટલા જ કેસો ચોથી લહેરમાં આવે એવી શક્યતા હાલના તબક્કે લાગી રહી છે.
આ પણ વાંચો : કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલે કર્યા કેસરિયા, કહ્યું-કોંગ્રેસમાંથી ત્રણવાર ચૂંટાયો, પણ મારા દિલમાં મોદીજી હતા
ચોથી લહેરમાં કેવા કેસ આવશે તે વિશે તબીબે જણાવ્યુ કે, કોરોનાની ત્રણ લહેર દેશમાં આવી ચૂકી છે એ જોતાં કહી શકાય કે 8 થી 12 મહિનામાં કોરોનાનાં કેસો વધવાની શરૂઆત થતી હોય છે. આ સમયગાળા બાદ કોરોનાના કેસોમાં ડબલીંગ રેશિયો જોવા મળતો હોય છે, આ ડબલીંગ ટાઈમ પરથી સંભવિત લહેરનું અનુમાન લગાવી શકાય છે. જો કે કોરોનાની ચોથી લહેર આવે તો આગાઉ આવેલા છે એટલી મોટી સંખ્યામાં કોરોના કેસો આવે એવી શક્યતા નથી લાગી રહી. ભારત કોરોનામાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે, લોકોને કોરોના સાથે જીવન જીવવાની આદત પડી ચૂકી છે. કોરોના સામે સંપૂર્ણ વિજય મેળવવો આટલી જલ્દી શક્ય નથી, પોલિયો ઉપર અનેક વર્ષો બાદ હવે આપણે વિજય મેળવી રહ્યા છીએ.
કેવી હશે ચોથી લહેર તે વિશે તેમણે કહ્યુ કે, દરિયામાં જેમ અનેક લહેરો જોવા મળતી હોય છે એ રીતે જ કોરોનાની પણ અલગ અલગ સમયે લહેર જોવા મળશે. જો કે હવે કોરોનાની ચોથી લહેરની સંભાવના અને ભારતની તૈયારીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્રણ લહેર બાદ હવે ચોથી લહેર આવે તો તેની તીવ્રતા ખૂબ ઓછી રહેશે કેમ કે દેશમાં 80 ટકા લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. ભારતમાં યુવાનોની સંખ્યા ખૂબ જ વધુ છે તેમજ હર્ડ ઈમ્યુનિટી પણ લગભગ તમામ લોકોમાં આવી ચૂકી છે.
ડોક્ટરે કહ્યુ કે, કોરોનાને હવે બે વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે એટલે એકબીજામાં જે ચેપ લાગવાનો અગાઉ ડર હતો હવે એટલો ડર નહીં રહે. જો કે એવા લોકો કે જેમને કોઈ અન્ય ગંભીર બીમારી હોય અથવા સગર્ભા મહિલા તેમજ નાની મોટી સમસ્યા હોય એવા નવજાત શિશુઓને કોરોનાથી બચાવવું જોઈએ. કોરોનાના બે ડોઝ બાદ સરકાર જે મુજબ ત્રીજા ડોઝની જાહેરાત કરે તે રીતે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે