પૈસા-સત્તાના નશામાં બેફામ બનેલા નબીરાઓને ભાન કરાવવું જરૂરી! રાજકોટમાં 2 દિવસમાં આ 4 અકસ્માત

રાજકોટ શહેરના હાર્દ સમાન ગણાતા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ફરી નબીરાઓએ અકસ્માત સર્જ્યો છે. પારસ હીરાણી નામના એકટીવા ચાલકને ફોર વ્હીલર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પૈસા-સત્તાના નશામાં બેફામ બનેલા નબીરાઓને ભાન કરાવવું જરૂરી! રાજકોટમાં 2 દિવસમાં આ 4 અકસ્માત

ગૌરવ દવે/રાજકોટ: શહેરમાં હાઇ પ્રોફાઈલ પરિવારના નબીરાઓ છેલ્લા બે દિવસથી બેફામ બન્યા છે. આજે વહેલી સવારે યુનિવર્સિટી રોડ પર બે નબીરાઓ બેફામ બન્યા હતા. એક યુવાનને અડફેટે લીધો હતો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ બંને નબીરાઓને સ્થાનિક લોકોએ પકડી અને પોલીસને હવાલે કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવવું જરૂરી બની ગયું છે. 

રાજકોટ શહેરના હાર્દ સમાન ગણાતા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ફરી નબીરાઓએ અકસ્માત સર્જ્યો છે. પારસ હીરાણી નામના એકટીવા ચાલકને ફોર વ્હીલર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એકટીવા ચાલકને અડફેટે લેવામાં આવતા પારસ હિરાણી નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ સ્થાનિકો દ્વારા કારમાં સવાર કુંજ પરસાણીયા અને દક્ષ માંકડીયા નામના વ્યક્તિને ગાંધીગ્રામ પોલીસને બોલાવી તેમને સોંપવામાં આવ્યા છે. જોકે અકસ્માત સરકારની સાથે જ બંનેને સ્થાનિક લોકોએ જ પકડી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા .

રાજકોટ શહેરના બે દિવસમાં ચાર અકસ્માત થયા નબીરાઓ બેફામ.

  • 1. સોમનાથ સોસાયટીમાં નબીરાઓ દ્વારા અકસ્માત.
  • 2. ઇન્કમટેક્સ વિભાગની સરકારી કાર્ય અનેક વાહનોને અડધી લીધા
  • 3. ગઈકાલે કે કે.વી હોલ ખાતે દારૂડિયા નો કાર સાથે વિડીયો વાયરલ થયો..
  • 4. આજે વહેલી સવારે 7:30 વાગ્યે યુનિવર્સિટી રોડ પર નબીરા બેફામ બન્યા.

ચૈતર વસાવાને હું ગાંડો અને પાગલ માણસ ગણું છું, હજુ રાજકારણમાં કોઈ ગતાગમ નથી: વસાવા

સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા પારસ હિરાણીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અકસ્માત એટલો ગંભીર હતો કે ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ આવ્યો હતો. તેમજ કારની સ્પીડ 100 થી વધુ હોવાનું કોઈ જણાવ્યું છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કઈ ભારે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ નબીરાઓ દ્વારા ભોગ બનનાર સાથે સમાધાન કરી લેવામાં આવે છે કે પછી ખરા અર્થમાં નબીરાઓ વિરુદ્ધ ગુનો નોંધાશે તે જોવું હતી મહત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે આયકર ભવનના સરકારી કામકાજ અર્થે વાપરવામાં આવનારી ઇનોવા કાર ચાલક દ્વારા માધાપર ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે સમાધાન થઈ જતા પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, દરરોજ આવા અકસ્માત આજ જગ્યા પર થી રહ્યા છે. સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે.

પૈસા અને સત્તામાં નશામાં બેફામ બનેલા આ નબીરાઓને રાજકોટ પોલીસ દ્વારા કાયદાનુ ભાન કરાવવાની જરૂર છે સાથે જ દારૂ પીને કાર લઈને નીકળતા તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે માત્ર રાજકોટ પોલીસ જ નહીં પરંતુ આરટીઓ વિભાગ દ્વારા પણ આવવા નબીરાઓ કે દારૂડિયાઓના લાઇસન્સ કેન્સલ કરવાની જરૂરિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news