ઓનલાઇન વેબસાઇટ જસ્ટ ડાયલ મારફતે ભેજાબેજોએ કરી વિચિત્ર છેતરપિંડી

ટ્રાવેલ્સવાળાના નંબર મેળવી ભાડા ઉપર ગાડી લઇ અન્ય જગ્યાએ વેચી નાંખતી ટોળકીને વડોદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 20 લાખ રૂ.ના મુદ્દામાલ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

ઓનલાઇન વેબસાઇટ જસ્ટ ડાયલ મારફતે ભેજાબેજોએ કરી વિચિત્ર છેતરપિંડી

અમદાવાદ: લે-વેચ માટેની ઓનલાઇન વેબસાઇટ 'જસ્ટ ડાયલ' મારફત ટ્રાવેલ્સવાળાના નંબર મેળવી ભાડા ઉપર ગાડી લઇ અન્ય જગ્યાએ વેચી નાંખતી ટોળકીને વડોદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 20 લાખ રૂ.ના મુદ્દામાલ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

આજકાલ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ તેમજ એપ્સ પરથી ગ્રાહકો સાથે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે. ત્યારે વડોદરામાં પણ 'જસ્ટ ડાયલ' નામની જાણીતી વેબસાઇટનાં ઉપયોગથી લાખોની ચિટિંગનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા પોલીસના હાથે ઝડપાયેલ આ બંને ભેજાબાજોએ ખાનગી ટ્રાવેલ્સવાળાની ગાડીઓ ભાડે લઇ તેને અન્ય સ્થળે વેચી નાંખી હતી.

અમદાવાદના ઇમરાન સૈયદ અને ભાવનગરના જીતેન્દ્ર બારૈયા નામના આ બંને શખ્સોએ જૂની નવી ચીજવસ્તુઓની લે-વેચ માટેની જાણીતી વેબસાઇટ 'જસ્ટ ડાયલ' ઉપરથી વડોદરાની શ્રી સાંઇ ટ્રાવેલ્સનાં નંબર મેળવી તેમની પાસેથી હોન્ડા બીઆરવી અને સ્વીફ્ટ કાર ભાડેથી મેળવી હતી. પરંતુ ટ્રાવેલ્સનાં સંચાલક દ્વારા થોડા સમય બાદ પોતાની બંને કાર પરત માંગી હતી.

છતાં આ ભેજાબાજોએ ગાડીઓ પરત આપવાને બદલે બારોબાર અન્ય સ્થળે વેચી નાંખી હતી. જેથી ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે અમદાવાદ અને ભાવનગરનાં રહીશ આ બંને ભેજાબાજોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આરોપીઓ પાસેથી બંને કાર તેમજ ત્રણ લેપટોપ મળી લગભગ 20 લાખ રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે મુખ્ય ભેજાબાજ અમદાવાદનાં રીઝવાન શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news