રાજકોટમાં બન્યું ગાંધી મ્યુઝિયમ, 3ડીમાં દેખાશે બાપુની મોહન થી મહાત્મા સુધીની સફર

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર

રાજકોટમાં બન્યું ગાંધી મ્યુઝિયમ, 3ડીમાં દેખાશે બાપુની મોહન થી મહાત્મા સુધીની સફર

રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ મ્યુઝિયમનું કામ હવે પૂર્ણતાને આરે છે આગામી 10 દિવસની અંદર સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થઈ જશે માટે આ મ્યુઝિયમના લોકાર્પણ માટે રાજકોટ મનપા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગાંધીજી એ અભ્યાસ કર્યો તે હાઇસ્કૂલ જ બનશે મ્યુઝિયમ
રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઈસ્કૂલમાં વર્ષ 1880 થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો. હવે આ જ હાઈસ્કૂલ મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. સરકારે આ હાઇસ્કૂલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવા નિર્ણય કર્યો છે. ત્યારે દેશ અને દુનિયાના લોકો બાપુની શિક્ષણાવસ્થાને જાણે અને જોઈ શકે તે માટે અહીં સત્યપીઠ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું શિલાન્યાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવાંમાં આવ્યું હતું. રાજકોટ સાથે રાષ્ટ્રપિતાનો સબંધ અનેરો હોવાથી સરકાર દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Gandhi-Museum-1

મ્યુઝિયમમાં શું હશે આકર્ષણ નું કેન્દ્ર ?
રાજકોટમાં 26 કરોડાના ખર્ચે નિર્ણાણ પામેલા ગાંધીજીના મ્યુઝિયમમાં આ ખાસ વસ્તુઓ હશે આકર્ષણનું કેન્દ્ર 1. મ્યુઝિકલ કિયોઝ 2. ઈન્ફોર્મેશનલ કિયોઝ 3. ગાંધીજી પર થ્રિડી ફિલ્મ 4. ગાંધીજી લિખિત પુસ્તકો 5.ઓડિયો વિડીયો ફિલ્મ તથા
લેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

વિદેશી પ્રવાસીઓ માટે ઓડિયો ટ્રાન્સલોશનની છે સુવિધા
રાજકોટ શહેર ખાતે તૈયાર થનાર વિશ્વ કક્ષાના મ્યુઝિયમમાં દેશવિદેશના લોકો મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમની મુલાકાતે આવનારા છે. ત્યારે વિદેશ પ્રવાસીઓને ધ્યાને રાખી ખાસ ઓડિયો ટ્રાન્સલેશનની વ્યવસ્થા કરવામાં આવશે. સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર બાદ રાજકોટનું આ મ્યુઝિયમ આવનારી પેઢીને બાપુની મોહન થી મહાત્મા સુધીની જીવન શૈલી વિષે માહિતગાર કરશે. તો આ સાથે જ બાળપણ ઉપર સાંજના સમયે બે શો બતાવવામાં આવશે.

Gandhi-Museum-3

વિશ્વાના તમામ મ્યુઝિયમોમાં સૌથી અલૌકિક હોવાનો દાવો
આગામી 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. તેવા સમયે ગાંધીજી અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે રાજકોટ શહેરએ વિશ્વને વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. તો સાથે જ વિશ્વભરમાં આવેલ મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અલૌકિક મ્યુઝિયમ રાજકોટમાં હોવાનો દાવો રાજકોટ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news