પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ-P.G.I માં ગુજરાતે મેળવ્યો A+ ગ્રેડ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યો (Gujarat) ની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ-P.G.I માં ગુજરાતે મેળવ્યો A+ ગ્રેડ

ગાંધીનગર: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યો (Gujarat) ની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ આ સફળતા મેળવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગને સુદ્રઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા છે.

શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા પેરામિટર્સના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ જાહેર કરતું હોય છે.

ગુજરાતે (Gujarat) આ ગ્રેડીંગમાં અધ્યયન (Research) નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડીકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ A+ ગ્રેડ મેળવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news