વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને લલચાવી નાણા પડાવતતી ગેંગનો ગાંધીનગર પોલીસે કર્યો પર્દાફાશ

સુઘડ બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે List flex lead buyers નામની વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવતા હતા. ટેક્સ નાઉ એપ્લિકેશન દ્વારા કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગુગલ પે કાર્ડ નંબર મેળવીને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 2 મુખ્ય સુત્રધારો સહિત 7 યુવાનોને રંગેહાથ ઝડપી લીધા છે. આ ઉપરાંત તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ 2.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને લલચાવી નાણા પડાવતતી ગેંગનો ગાંધીનગર પોલીસે કર્યો પર્દાફાશ

ગાંધીનગર : સુઘડ બાલાજી અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે List flex lead buyers નામની વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવતા હતા. ટેક્સ નાઉ એપ્લિકેશન દ્વારા કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગુગલ પે કાર્ડ નંબર મેળવીને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 2 મુખ્ય સુત્રધારો સહિત 7 યુવાનોને રંગેહાથ ઝડપી લીધા છે. આ ઉપરાંત તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ 2.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અડાલજ પોલીસ રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલની બાતમીના આધારે બાલાજી અગોરા રેસીડેન્સી બ્લોક નંબર 3, ફ્લેટ નંબર 9માં બિનકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસ કાફલાએ ત્યાં દરોડા પાડતા કેટલાક યુવાનો લેપટોપ લઇને બેઠા હતા. પોલીસે તમામને બેસાડીને પુછપરથ કરતા પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ ગુપ્તા (રહે એ /14, હરીઓમ સોસાયટી, ડી માર્ટ સામે, બાપુનગર), મેહુલ મહેન્દ્રભાઈ મહેરીયા( મૂળ રહે સાંકડી તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર હાલ શીતલ નગર નરોડા), અભી બીપીનભાઈ દેસાઈ (રહે અક્ષરધામ ઇન્ટરસિટી ડી માર્ટ સામે બાપુનગર), દીપુ ઉર્ફે માઈક ઉર્ફે દિપક પાપાચંદ ટંડન (રહે સ્વામિનારાયણ પાર્ક બાપા સીતારામ ચોક નવા નરોડા કૃષ્ણનગર), એજાજ અહેમદભાઈ મુલતાની (રહે સૂડવેલસો, કોઠારીયાં, વઢવાણ સુરેન્દ્રનગર), પાર્થ મયુરભાઈ વ્યાસ(રહે ન્યુ આશાપુરા સોસાયટી અનિલ સ્ટાર્ચ રોડ બાપુનગર) તેમજ ઉમંગ દિનેશભાઇ સોલંકી (રહે જય આશાદીપ ખોખરા અમદાવાદ) સહિતનાં લોકો અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું હતું. 

આ કોલ સેન્ટર માટે પીનાક ઉર્ફે પ્રિન્સે ફ્લેટ ભાડે રાખ્યો હતો. વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવતો હતો. ત્યાંથી નોકરીએ રાખેલા યુવાનોને ટ્રેનિંગ અનુસાર અમેરિકન લોકોને લોનની લાલચ આપીને પૈસા આપતી હતી. પોતે બેંક કર્મચારી હોવાનું જણાવતા હતા. ત્યાર બાદ લોનના પ્રોસેસિંગ માટે અલગ અલગ વેરિફિકેશન સહિતના નામે નાણા વસુલવામાં આવતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news