GANDHINAGAR: કોરોનાને લગતી દવાઓમાં ટેક્સ માફી, સાધનો પર માત્ર 5 ટકા ટેક્સ

ગુજરાતમાં કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન સ્થિતિ ખુબ જ કફોડી બની હતી. દર્દીઓને ઇન્જેક્શન સાથે સાથે તમામ જરૂરી સાધનો પર કમરતોડ જીએસટીએક મોટી સમસ્યા બની હતી. તેવામાં હવે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાને લગતી તમામ સાધન સામગ્રી પર ટેક્સ માફ કરી દેવાયો છે જ્યારે કેટલીક સામગ્રી પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી અમલમાં આવશે અને સેમ્ટેમ્બર સુધી નવા દર લાગું રહેશે. 
GANDHINAGAR: કોરોનાને લગતી દવાઓમાં ટેક્સ માફી, સાધનો પર માત્ર 5 ટકા ટેક્સ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન સ્થિતિ ખુબ જ કફોડી બની હતી. દર્દીઓને ઇન્જેક્શન સાથે સાથે તમામ જરૂરી સાધનો પર કમરતોડ જીએસટીએક મોટી સમસ્યા બની હતી. તેવામાં હવે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાને લગતી તમામ સાધન સામગ્રી પર ટેક્સ માફ કરી દેવાયો છે જ્યારે કેટલીક સામગ્રી પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી અમલમાં આવશે અને સેમ્ટેમ્બર સુધી નવા દર લાગું રહેશે. 

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના અને તેને લગતા તમામ ઇન્જેક્શનમાં 5 ટકા ટેક્સને પણ માફી આપી દેવામાં આવી છે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન પર 5 ટકા ટેક્સ હતો તે પણ હવે હટાવી લેવાો છે. કોરોનામાં ઉપયોગી તેવી તમામ દવાઓ પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલાશે. ઓક્સિજન પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ વસુલાશે. લોહી પાતળું કરવા માટેના ઇન્જેક્શન પર 12 ટકા ટેક્સ હતો તે 5 ટકા કરવામાં આવ્યો.

સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય...
*  મ્યુકોરમાઇકોસીસ ઇન્જેક્શન પર પણ 5 ટકા નો GST દર હટાવાયો જે હવે શૂન્ય થયો
* ઓક્સિજન પર 12 ટકા GST ઘટાડી 5 ટકા કરાયું છે
* આરોગ્ય વિભાગ જે દવા નક્કી કરે તે નવી દવાઓ પર પણ 5 ટકા ટેક્સ લાગશે
* રેમદેસિવિર ઈનેજક્શન પર 12 ટકા ટેક્સ થી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો
* કોન્સન્ટ્રેટર જનરેટર માં 12 ટકા GST માં ઘટાડો કરી 5 ટકા કરાયો
* વેન્ટિલેટર પર 12 ટકા નો GST ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો
* બાયપેપ મશીન 12 ટકા gst હતો જે ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે
* એમ્બ્યુલન્સ પર 28 ટકા ટેક્સ પર. 12 ટકા કરવામાં આવ્યો
* સેનેટાઈઝર પર પણ‌ પાંચ ટકા ટેક્ષ કરવામાં આવ્યો પહેલા 18 ટકા હતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news