ગુજરાતના બે શહેરોના ગણેશ ઉત્સવમાં હજી પણ રાજાશાહી પરંપરાને જીવિત રખાઈ છે

વડોદરાભરમાં ગણેશોત્સવ ઉજવાય છે. વડોદરામાં ગણશોત્સવની ખાસ પરંપરા હોય છે. જેમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિનું ખાસ મહત્વ હોય છે. રાજવી પરિવારમાં આજે સવારે શાહી સવારીથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પરંપરાગત શૈલીમાં પાલખીમાં શહેનાઈવાદન સાથે ગણપતિની પ્રતિમા લાવવામાં આવે છે. પેલેસના દરબાર હોલમાં સ્થાપના કરાય છે, અને દસ દિવસ સુધી શહેરભરના લોકો આ મૂર્તિના દર્શને આવે છે. વડોદરાના પેલેસ ઉજવાતા ગણેશોત્સવન રાજવીય ઈતિહાસ છે. રાજવી પરિવાર વર્ષોથી પેલેસમાં ગણેશજીની સ્થાપના કરે છે. 
ગુજરાતના બે શહેરોના ગણેશ ઉત્સવમાં હજી પણ રાજાશાહી પરંપરાને જીવિત રખાઈ છે

રવિ અગ્રવાલ/તેજસ દવે/વડોદરા/મહેસાણા :વડોદરાભરમાં ગણેશોત્સવ ઉજવાય છે. વડોદરામાં ગણશોત્સવની ખાસ પરંપરા હોય છે. જેમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિનું ખાસ મહત્વ હોય છે. રાજવી પરિવારમાં આજે સવારે શાહી સવારીથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પરંપરાગત શૈલીમાં પાલખીમાં શહેનાઈવાદન સાથે ગણપતિની પ્રતિમા લાવવામાં આવે છે. પેલેસના દરબાર હોલમાં સ્થાપના કરાય છે, અને દસ દિવસ સુધી શહેરભરના લોકો આ મૂર્તિના દર્શને આવે છે. વડોદરાના પેલેસ ઉજવાતા ગણેશોત્સવન રાજવીય ઈતિહાસ છે. રાજવી પરિવાર વર્ષોથી પેલેસમાં ગણેશજીની સ્થાપના કરે છે. 

1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવડાવ્યા હતા. તેમણે ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી. જોકે મહારાજાના નિધન બાદ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે પહેલાની ચંદ્રાસૂર વધની ગણપતિની મૂર્તિ હટાવી કાશીના પંડિતોએ બનાવેલી માટીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેની મૂર્તિ પસંદ કરી. આ મૂર્તિ તેમણે લક્ષ્મી વિલાસ પેલેસમાં મૂકાવી હતી. આવી જ મૂર્તિ આજે પણ કાશીના પંડિતના વંશજો બનાવી રહ્યાં છે, જેમનો પરિવાર વડોદરામાં રહે છે. 

‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો 

આજે દાંડિયા બજારથી મૂર્તિ બનાવનાર પરિવાર પાસેથી મૂર્તિ લઈને શરણાઈના સૂર સાથે ગણેશજીની પાલખી રાજમહેલ પહોંચી હતી. પેલેસના દરબાર હોલમાં ગણપતિજીને હીરા ઝવેરાતના આભૂષણો સાથે બિરાજમાન કરી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પરિવારે આરતી કરી હતી. પેલેસના રાજગુરુ ધ્રુવવતદાસે પૂજાઅર્ચના કરી હતી. 10 દિવસ સુધી ગણેશજી રાજમહેલમાં બિરાજમાન રહેશે અને શહેરીજનો તેમના દર્શન કરવા પધારશે. ગણપતિ જે પાટલા પર બિરાજમાન થાય છે તે પણ સવાસો વર્ષ  જૂનો છે. સયાજીરાવના સમયમાં ખાસ હાથી ઘોડા સહીતના શણગાર સાથે ગણેશજીની પધરામણી થતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પાલખથી જ પધરામણી કરાય છે.

https://lh3.googleusercontent.com/-vOt4IkIWf-Q/XWzeHWE2aVI/AAAAAAAAI-Y/DIXfn3-72O0a9brCFi8kPFKbg2JWb-kUwCLcBGAs/s0/Mehsana_Ganpati.jpg

પાટણના ગણપતિને ગાર્ડ ઓફ ઓનર અપાય છે
મહેસાણામાં ગાયકવાડી શાસન સમયે ગણપતિ મંદિર નબાવાવમાં આવ્યું હતું, ત્યારથી અહીં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આજે પણ આ પ્રથા સચવાયેલી છે. મહેસાણા શહેરના ફુવારા સ્થિત આવેલા સિદ્ધી વિનાયક મંદિર ખાતે સવારે ભગવાન ગજાનનને પરંપરાગત રીતે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેહસાણા શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ પૂજા બાદ શહેરના રાજમાર્ગો પર ગજાનનની શાહી સવારી નીકળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news