ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ દુર કરી વેક્સીનને (Vaccine) સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે

Updated By: Jul 6, 2021, 12:45 PM IST
ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ

ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ દુર કરી વેક્સીનને (Vaccine) સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. જીસીસીઆઇના સેક્રેટરી પથીક પટવારીના કહેવા મજુબ ઉદ્યોગ જગત અને અન્ય વર્તુળોમાંથી જીસીસીઆઇને એરપોર્ટના પ્રોટોકોલની અનેક ફરિયાદ મળી હતી.

દેશના અલગ અલગ રાજ્યના કોવિડના પ્રોટોકોલ (Covid Protocol) પ્રમાણે દરેક રાજ્યના એરપોર્ટ પર અલગ અલગ નિયમો લાગુ પડે છે. એર ટ્રાવેલ (Travel) કરતા મુસાફરોએ અગાઉથી માહિતિ લેવી પડે છે કે તેઓ જે એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ, રેપીડ ટેસ્ટ કે પછી વેક્સીન (Vaccine) સર્ટીની જરૂર છે. દેશમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન ચાલી રહ્યુ છે ત્યારે જે લોકોએ વેક્સીનના બે ડોઝી લીધા હોય તેમની માટે આરટીપીસીઆર ફરજીયાત ન હોવુ જોઇએ.

આ પણ વાંચો:- 13 વર્ષની વયેઘરેથી ભાગેલી ઊંઝાની કિશોરી મળી, બે દિવસનું નવજાત બાળક તેના ખોળામાં રમતું હતું

આરટીપીસીઆર ટેસ્ટના ભાવ અલગ અલગ રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. વળી ટેસ્ટ મોંગા છે અને જો આ ટેસ્ટ ફરજીયાત હોય તો મોટા પાયે ચાલી રહેલા વેક્સીનેશનનો કોઇ અર્થ નથી. જો કેન્દ્રીય ગૃહમંત્રાલય વેક્સીનેશનના સર્ટીને એર ટ્રાવેલ માટે મંજુરી આપશે તો લોકોને રસી લેવા માટે પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો:- સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ, ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ

લાંબ સમયથી પ્રવાસન ઉદ્યોગ મરણ પથારીએ પડેલો છે જેને ફરી વેગ મળશે. ઘણી વાર ઇમરજન્સી ટ્રાવેલમાં આરટીપીસીઆર ટેસ્ટની પળોજણમાં મુસાફરી રદ કરવી પડે છે. આવી સ્થિતિ ન સર્જાય માટે ડોમેસ્ટિક ટ્રાવેલમાં આરટીપીસીઆર રદ કરી વેક્સીન સર્ટીને મંજુરી આપવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube