અમદાવાના ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી કેનાલમાં ખેતી માટે છોડાયું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે ઉગ્યો અને બે વર્ષના લાંબા અંતરાલ બાદ વાસણા બેરેજ ખાતેથી ફતેવાડી કેનાલમાં પાણી છોડાયુ. આજે સવારે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 130.5 થતાં બપોરે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હાલમાં નર્મદાની મેન કેનાલમાથી સાબરમતી નદીમાં કુલ 500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે ઉગ્યો અને બે વર્ષના લાંબા અંતરાલ બાદ વાસણા બેરેજ ખાતેથી ફતેવાડી કેનાલમાં પાણી છોડાયુ. આજે સવારે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 130.5 થતાં બપોરે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હાલમાં નર્મદાની મેન કેનાલમાથી સાબરમતી નદીમાં કુલ 500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
જેમાંથી ફતેવાડી કેનાલમાં 345 ક્યુસેક પાણ છોડાઇ રહ્યુ છે એટલે કે, હાલમાં 155 ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં અનામત રખાઇ રહ્યો છે. વાસણા બેરેજ સ્થિતિ નાયબ કાર્ય પાલક ઇજનેરના કહેવા પ્રમાણે હાલમાં જેટલા પાણીની આવક થઇ રહી છે. તે પ્રમાણે પાણી છો઼ડવામાં આવી રહ્યુ છે.
આવનારા દિવસોમાં પાણીનો જથ્થો 500 ક્યુસેક સુધી પહોચાડ઼વામાં આવશે. આજે પાણી છોડવાની માહિતીને આધારે ઘણા ખેડુતો વાસણા બેરેજ ખાતે પહોચ્યા હતા. સરકાર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો એ વાતનો તેમણે આનંદ હતો. સાથે એવાતનુ દુ:ખ પણ હતુ કે, સરકાર દ્વારા ખુબ ઓછુ પાણી છોડવામાં આવ્યુ છે, જેનો લાભા માત્ર 10 થી 15 ગામના ખેડૂતોને મળશે બાકીના સેકડો ગામના ખેડૂતોએ પાણી માટે વલખા મારવા પડશે ખેડૂતોએ સરકાર 1 હજાર થી 1500 ક્યુસેક પાણી છોડે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે