Cyclone Biparjoy: ગુજરાતીઓ માટે સારા સમાચાર; હવામાન વિભાગે આપ્યા એવા સારા સમાચાર કે....

Cyclone Biparjoy: હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જાણકારી આપી છે કે આવતી કાલે શુક્રવારે સાંજ સુધીમાં પવન સામાન્ય થઈ જશે. બિપરજોય વાવાઝોડું શુક્રવારની સાંજ સુધીમાં શમી જશે. ગુજરાતના હવામાન વિભાગે સારા સમાચાર આપતા હાશકારો થયો છે.

Cyclone Biparjoy: ગુજરાતીઓ માટે સારા સમાચાર; હવામાન વિભાગે આપ્યા એવા સારા સમાચાર કે....

Cyclone Biparjoy: ZEE 24 કલાક પર સાત કરોડ ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. AIMDએ જણાવ્યું છે કે આવતી કાલ સાંજ સુધીમાં પવનની ગતિ સામાન્ય થઈ જશે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જાણકારી આપી છે કે આવતી કાલે શુક્રવારે સાંજ સુધીમાં પવન સામાન્ય થઈ જશે. બિપરજોય વાવાઝોડું શુક્રવારની સાંજ સુધીમાં શમી જશે. ગુજરાતના હવામાન વિભાગે સારા સમાચાર આપતા હાશકારો થયો છે.

મહત્વનું છે કે, ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં થોડીવારમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થશે. અત્યારે વાવાઝોડાનો અગ્ર ભાગ છે તે ટકરાયો છે. 12 વાગ્યા સુધીમાં કચ્છમાં સંપૂર્ણ રીતે જમીન સાથે ટકરાશે વાવાઝોડું. હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 

આ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત અને ભુજ તાલુકામાં પણ વાવાઝોડાની પ્રચંડ અસર દેખાઈ રહી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં વૃક્ષો ધરાશાયી હોવાના સમાચાર છે. અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમાં વીજ કરંટથી પશુઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો પડ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news