સરકારી બાબુઓ સાવધાન! જો આ કામ કર્યું તો કાયમ માટે દિવાળી તો બગડશે જ સાથે પસ્તાવાનો પણ આવશે વારો

દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો મુલાકાતે આવતા તમે જોયા હશે. જો કે, સરકારી બાબુઓને આવી ગિફ્ટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતવુ પડશે

Updated By: Oct 23, 2021, 10:23 PM IST
સરકારી બાબુઓ સાવધાન! જો આ કામ કર્યું તો કાયમ માટે દિવાળી તો બગડશે જ સાથે પસ્તાવાનો પણ આવશે વારો

મૌલિક ધામેચા, અમદાવાદ: દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો મુલાકાતે આવતા તમે જોયા હશે. જો કે, સરકારી બાબુઓને આવી ગિફ્ટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતવુ પડશે. નહિ તો કાયમ માટે દિવાળી તો બગડશે અને તેને પગલે પસ્તાવાનો વારો આવશે.

છેલ્લા કેટલાક સમયથી લાંચિયા બાબુઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. છતાં કેટલાક સરકારી બાબુઓ  હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. એમાંય દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુ ઓની ઓફિસ બહાર ગિફ્ટો સાથે નવા વર્ષની શુભેચ્છા આપનારા લોકોનો રાફડો ફાટે છે. પરંતુ જો આ વર્ષે કોઈ પણ સરકારી બાબુ આવી ગીફટો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વખત આવશે. કારણ કે એસીબીની ખાનગી રાહે સરકારી ઓફિસમાં નજર રહેશે.

GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન, કહ્યું- અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે

સમગ્ર રાજ્યમાં એસીબીની જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે દિવાળીના પર્વ પહેલા સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખશે અને જો કોઈ સરકારી કર્મચારી આવી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જ્યારે બીજી તરફ હવે સરકારી બાબુઓ ગિફ્ટના બદલે કિંમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતા હોવાનું સામે આવ્યું છે.

ડ્રગ્સ એડિક્ટ થયો આ ક્રિકેટર, જાણો કોણ પહોંચાડતું હતું તેના સુધી આ માદક પદાર્થ; પેડલર સહિત બે પોલીસ સકંજામાં

જો કે, એસીબીના ધ્યાને આવી કોઈ ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરીને કાર્યવાહી કરશે અને જો કોઈ સરકારી કર્મચારી ગિફ્ટ કે પ્રલોભનો લઈ રહ્યા હોવાનું કોઈ નાગરિકના ધ્યાનમાં આવે તો ઓળખ ખાનગી રાખીને એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે. જેથી લાંચીયા બાબુઓ પર લગામ લગાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube