ડ્રગ્સ એડિક્ટ થયો આ ક્રિકેટર, જાણો કોણ પહોંચાડતું હતું તેના સુધી આ માદક પદાર્થ; પેડલર સહિત બે પોલીસ સકંજામાં
રાજકોટમાં ડ્રગ્સના કારોબરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સ આપનાર ડ્રગ્સ પેડલર સહિત બે શખ્સને પોલીસે કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી
Trending Photos
ગૌરવ દવે, રાજકોટ: રાજકોટમાં ડ્રગ્સના કારોબરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સ આપનાર ડ્રગ્સ પેડલર સહિત બે શખ્સને પોલીસે કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. 0.45 ગ્રામ કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી મયુર ખત્રી ડ્રગ્સનું વેંચાણ કરવા લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તાલુકા પોલીસે યુનુસ બહાદુર સુમરા નામના શખ્સને કાલાવડ રોડ પરથી 8 કિલો ગાંજા સાથે દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપીઓ સામે એન.ડી.પી.એસ હેઠળ ગુનો નોંધી પૂછપરછ શરૂ કરી છે.
સૌરાષ્ટ્રના પાટનગરસમાં રાજકોટમાં પણ ડ્રગ્સકાંડે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં ફસાયેલો અંડર 19 ટૂર્નામેન્ટનો ક્રિકેટર આકાશ અંબાસણા બે દિવસ પહેલા ચિઠ્ઠી લખીને ઘર છોડી ગયો હતો. આથી તેની માતા અલ્કાબેને રાજકોટમાં ડ્રગ્સના કાળા કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. ક્રિકેટરને ડ્રગ્સના રવાડે ચડાવનાર અને તેની જિંદગી બરબાદ કરનાર વધુ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખસ કારમાં 0.45 ગ્રામ કેથીનોના સમરૂપકો ડ્રગ્સના ઇન્જેક્શન સાથે ઝડપાયા છે.
ગઇકાલે હોટલમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અમિ અને ડ્રગ્સ પેડલરની અટકાયત કરાઇ હતી. રાજકોટ ઝોન 2 ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રિકેટરની માતા અલ્કાબેને અરજીમાં જે નામ લખ્યા હતા તે પૈકી મયુર ખત્રી પણ હતો. મયુર ડ્રગ્સ બહારથી લાવીને વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી ફોર્ચ્યુનર કાર સહિત 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. FSLમાં આરોપી પાસેથી ઝડપાયેલું ડ્રગ્સનું નામ કેથીનોના સમરૂપકો હોવાનો રિપોર્ટ આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસે NDPSના 73 કેસ કર્યા છે. કુલ 128 આરોપીઓને પકડી 2 કરોડ 46 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
ફોર્ચ્યુનર કાર જૂનાગઢ પર્સિંગની હોવાથી પોલીસે કારના માલિકની શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસે આરોપી મયુર દિલીપ જાડા ખત્રી અને સોયબ યુનુસ મામટીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનાર ઉપર દોરોડા પાડવા પોલીસ એક્શનમાં આવી છે. એન.ડી.પી.એસ. ડ્રાઇવ અન્વયે 56 હજારની કિંમતના ગાંજાના જથ્થા સાથે બોટાદના ગઢડાના વતની ઇલેક્ટ્રિકનું કામ કરતા અને તેની આડમાં ગાંજાની હેરાફેરી કરતા શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો છે.
રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે જિલ્લા બહારથી આવી એક શખસ માદક પ્રદાર્થનું વેચાણ કરતો હોય વોચ ગોઠવી હતી. આવા માદક પદાર્થ વેચાણવાળી જગ્યાની ખાનગી રાહે હકિકત મેળવી પ્રદ્યુમનગ્રીન સિટી બિલ્ડીંગની પાછળ કબુતરી કલરના રેકજીનના થેલા સાથે માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો 8 કિલો સાથે ઇલેક્ટ્રિક કામ કરતા બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા ખાતે રહેતા યુનુસભાઇ બહાદુરભાઇ સુમરાને પકડી લઇ 56,000ની કિંમતનો 8 કિલો ગાંજો કબજે કર્યો હતો.
હાલ પોલીસે ક્રિકેટર આકાશ અંબાસણા અને તેની પૂર્વ પત્ની અમિ ડ્રગ્સ એડિક હોવાથી પોલીસે રિહેબીલીટેશન માટે વિરનગર નશામુક્તિ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. ડો.મિલન રોકડની શાંતવન હોસ્પિટલમાં આકાશ અને અમીની ન્યુરોસાઈકીઆટ્રિકની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસે ઝડપેલાં ડ્રગ્સ પેડલરો ક્યાં થી ડ્રગ્સ લાવ્યા અને કોને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે