રાજ્યપાલે વોચ ટાવર પરથી જૂનાગઢનો નજારો માણ્યો, ઐતિહાસિક ઉપરકોટની લીધી મુલાકાત

ઐતિહાસિક ધરોહર મહાનુભાવોનો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે. તેમજ ઐતિહાસિક વિરાસત (Historical heritage) ની જાળવણી આવનારી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.
રાજ્યપાલે વોચ ટાવર પરથી જૂનાગઢનો નજારો માણ્યો, ઐતિહાસિક ઉપરકોટની લીધી મુલાકાત

સાગર ઠાકર, જુનાગઢ: ઐતિહાસિક ધરોહર મહાનુભાવોનો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે. તેમજ ઐતિહાસિક વિરાસત (Historical heritage) ની જાળવણી આવનારી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

રૂ. ૪૫.૪૬ કરોડના ખર્ચે પૈારાણિક ઉપરકોટના કિલ્લાના જીર્ણોધ્ધારની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા કાર્યરત છે. આ સંદર્ભે રાજ્યપાલે ગુજરાત સરકાર (Gujarat Government) ની સાંસ્કૃતિક વિરાસતોની જાળવણીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, આ કામગીરીથી દેશભરના ટુરીસ્ટો (Tourists) આ કિલ્લાને નિહાળવા આવશે પ્રવાસનને વેગ મળશે. 

રાજ્યપાલે (Governor) ઉપરકોટની મુલાકાત દરમ્યાન અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવો, અનાજના ભંડાર, રાણકદેવી મહેલ, બૌદ્ધ ગુફાઓ સહિતના પૌરાણિક સ્થળો નિહાળી તેના ઇતિહાસ વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી.

જૂનાગઢ (Junagadh) નું મુલાકાતે આવેલા રાજ્યપાલે ઉપરકોટ ખાતે વોચ ટાવર (Watch Tower) પરથી જૂનાગઢનો નજારો પણ માણ્યો હતો. તેમણે ગીરનાર (Girnar) તેમજ અહિના પૌરાણિક મંદિરો સૌના માટે આકર્ષણના કેન્દ્ર છે, તેને નિહાળવાનો આનંદ છે.

ટુરીઝમ વિભાગ (Tourism Department) ના અધિકારીઓએ ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવવા સાથે રીસ્ટોરેશનની ફીલાસોફી મુજબ જે તે સાઇટ સ્મારકની પ્રાચીન ભવ્યતા પ્રસ્થાપીત કરવામાં આવે છે. એમા કોઇ નવી કે વધારાની કામગીરી કરવાની ન હોય તેમજ આ કામગીરી વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રીસ્ટોરેશનના માપદંડ અનુસરવાના હોય છે.

રાજ્યપાલે (Governor) ઉપરકોટની મુલાકાત પહેલા ભારત વર્ષના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવતા સમૃધ્ધ અશોકના શિલાલેખ અને ગિરનાર રોપ-વે સાઇટની પણ મુલાકાત લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news