ફરી એકવાર સાબિત થયું, ગુજરાત એ રિસોર્ટ પોલિટિક્સનું એપિ સેન્ટર છે

Gujarat Resort Politics :  દેશમાં જ્યારે જ્યારે સત્તા પર બેસેલી સરકાર હાલકડોલક થઈ છે, ત્યારે ત્યારે ગુજરાતનું રિસોર્ટ પોલિટિક્સ ચર્ચામા આવે છે. મહારાષ્ટ્રમાં પણ સત્તા ઉથલાવવામાં ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો
 

ફરી એકવાર સાબિત થયું, ગુજરાત એ રિસોર્ટ પોલિટિક્સનું એપિ સેન્ટર છે

ગાંધીનગર :હાલ મહારાષ્ટ્ર સરકાર પર સંકટના વાદળો છવાયા છે. બગાવતી ધારાસભ્યોએ મહારાષ્ટ્ર સરકારમાં ભૂકંપ લાવી દીધો છે. ફરી એકવાર ગુજરાતે અન્ય રાજ્યના ધારાસભ્યોને પનાહ આપી છે. એમ કહો કે, દેશમાં ગમે ત્યાં સરકાર પડે, પણ ગુજરાત તેનુ એપિ સેન્ટર બને છે. ગુજરાતનું રિસોર્ટ પોલિટિક્સ પ્રખ્યાત છે. સરકાર ઉથલાવવા અને બચાવવા માટે ગુજરાત અનેક ધારાસભ્યો માટે ધર્મશાળા બની છે. ઉદ્ધવ ઠાકરેથી બગાવત કરનારા ધારાસભ્યો માટે સુરત આશરો બન્યુ હતુ. એમ કહો કે, મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારને ઉથલાવી દેનાર રાજકીય ભૂકંપનું એપિસેન્ટર ગુજરાત બન્યુ છે. શિવસેનાના બાગી ધારાસભ્યો સાથે નેતા એકનાથ શિંદે સાથે સુરત પહોંચ્યા હતા. ત્યારથી ગુજરાત રિસોર્ચ પોલિટિક્સ ફરી ચર્ચામાં આવ્યું છે. 

ભારતમાં ચાર વાર આ રીતે સત્તા પરિવર્તન થયું, જેમાં ગુજરાતનો રોલ મોટો છે. ચારમાંથી બે વાર બાગી ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. આ માટે ગુજરાતનું રિસોર્ટ પોલિટિક્સ વધુ પોપ્યુલર છે. આ પહેલા પણ ગુજરાત રાજકીય પનારો આપી ચૂક્યુ છે. ઓગસ્ટ 2020 માં રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ મચી હતી, તે દરમિયાન ભાજપે પોતાના ધારાસભ્યોને તૂટવાથી બચાવવા માટે પોતાના 18 ધારાસભ્યોને ખાસ વિમાનથી ગુજરાત શિફ્ટ કર્યા હતા. આ ધારાસભ્યોને પોરબંદર પાસેના અલગ અલગ રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. 

હાલ જ્યારે મહારાષ્ટ્રના ધારાસભ્યોને ગુજરાત લાવવામા આવ્યા છે, ત્યારે તેની પાછળ ખાસ કારણ ગણવામા આવે છે. એક તો એ કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ મરાઠી છે. જેમનો શિવસેનાના ધારાસભ્યો સાથે સારો સંપર્ર હોવાનુ કહેવાય છે. બીજુ એ કે, ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે. અહીં શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવે તો તેઓને દબાણની રાજનીતિથી બચાવી શકાય છે. રાજકીય રીતે ગુજરાત ખાસ ગણાય છે. તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી સારી છે, તેથી ધારાસભ્યોને લાવવા અને લઈ જવા સરળ બને. 

જુલાઈ, 2020 માં આવ્યા હતા રાજસ્થાનના ધારાસભ્યો
11 જુલાઈ, 2020 ના રોજ ઉદયપુર અને અમમેરથી સ્પેશિયલ ટીમે બે વેપારીઓને પકડ્યા હતા. જેમાં આરોપ લાગ્યા હતા કે, અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારને પાડવામાં બંને સામેલ હતા. આ વાત સચીન પાયલટ સુધી પહોંચી હતી. તે જ દિવસે સચીન પાયલટ પોતાના ધારાસભ્યોને લઈને રાજ્ય બહાર જતા રહ્યા હતા. તેઓ દિલ્હી રોકાયા હતા. કોંગ્રેસની ધારાસભ્યોની બેઠક 13 જુલાઈના રોજ બોલાવવામા આવી હતી. જેમાં બીજેપીની કથિત હોર્સ ટ્રેડિંગના પ્રયાસને રોકવામાં આવી શકે. પાયલટે તેમાં સામેલ થવા ના પાડી હતી. તેમણે દાવો કર્યો કે, તેમના સમર્થમાં 30 ધારાસભ્યો છે. એક મહિના સુધી રાજકીય ચહલપહલ ચાલી. જેમાં ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા હતા. ઓગસ્ટ 2020 માં રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ મચી હતી, તે દરમિયાન ભાજપે પોતાના ધારાસભ્યોને તૂટવાથી બચાવવા માટે પોતાના 18 ધારાસભ્યોને ખાસ વિમાનથી ગુજરાત શિફ્ટ કર્યા હતા. આ ધારાસભ્યોને પોરબંદર પાસેના અલગ અલગ રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news