અમરેલીના આ ખેડૂતે એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતી કરીન ડબલ ફાયદો થયો

Amreli News : ઘનશ્યામભાઈ કચ્છમાંથી ખારેકના રોપ લાવીને પોતાના ખેતરમાં ખારેકના રોપ ઉછેર્યા. બસ પછી તો પૂછવું જ શું. ખારેકના રોપ મોટા થયા અને તે રોપમાં મબલખ મીઠી ખારેક આવવા લાગી

અમરેલીના આ ખેડૂતે એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતી કરીન ડબલ ફાયદો થયો

Gujarat Farmers કેતન બગડા/અમરેલી : દિવસેને દિવસે ખેડૂતો વાવેતરમાં ખેતીની પેટન્ટ બદલાવી રહ્યા છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી તેમજ કઠોળનું ઉત્પાદન લેતા હોય છે. ત્યારે સાવરકુંડલાના જીરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ખલેલા (ખારેક) નું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે ખલેલા ફળદ્રુપ જમીનમાં થતા હોય છે. ત્યારે જીરા ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારાપાટ વિસ્તારમાં ખલેલાની ખેતી કરી છે. ખારેકનું ઉત્પાદન કચ્છમાં વધુ જોવા મળે છે. પરંતું જીરા ગામના પ્રગતિશીલ ખેડૂતે કચ્છમાંથી ખારેકના રોપ લાવીને ખારાપાટ વિસ્તારમાં વાવેતર કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. ખારાપાટ વિસ્તારમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન પણ નજીવું થતું હોય છે. ત્યારે જીરા ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારેકનું ઉત્પાદન લઈને ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.

સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ઘનશ્યામભાઈ ઘણા સમયથી સુરત રહેતા હતા. ત્યારબાદ તેઓ ખેતી માટે પોતાના વતન જીરા ગામ પરત સ્થાયી થયા હતા. જીરા ગામ અને આસપાસનો વિસ્તાર ખારોપાટ વિસ્તાર છે. સામાન્ય રીતે ખારાપાટ વિસ્તારમાં ખેતી કરવી ખુબજ મુશ્કેલ છે. કારણકે ખારાપાટ વિસ્તારમાં કોઈ પણ જણસનું વાવેતર કરો, પરંતુ યોગ્ય ઉત્પાદન મળતું નથી. ત્યારે જીરા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ કચ્છમાં ગયા અને ત્યાં તેમને ખારેકની ખેતી જોઈ. ખારેકની ખેતી જોઈને ઘનશ્યામભાઈને પોતાના વતન જીરા ગામે પોતાના ખેતરમાં ખારેકનું વાવેતર કરવાની ઈચ્છા થઈ. 

ઘનશ્યામભાઈ કચ્છમાંથી ખારેકના રોપ લાવીને પોતાના ખેતરમાં ખારેકના રોપ ઉછેર્યા. બસ પછી તો પૂછવું જ શું. ખારેકના રોપ મોટા થયા અને તે રોપમાં મબલખ મીઠી ખારેક આવવા લાગી. ખારેકનું ઉત્પાદન સારું આવતા ઘનશ્યામભાઈ પણ ખુશ થઈ ગયા. તો ખારેકના વાવેતર ઉપર સરકાર દ્વારા એક રોપ ઉપર રૂપિયા 1200 ની સબસીડી પણ આપે છે. આમ ઘનશ્યામભાઈને ડબલ ફાયદો થયો. પોતાના ખેતરમાં 50 થી 60 જેટલા ખારેકના વૃક્ષ હાલ છે. દરેક ખારેકના ઝાડ ઉપર લૂંબેજુબે મીઠી ખારેકો આવે છે અને એક ઝાડ ઉપરથી ઘનશ્યામભાઈને રૂપિયા 10000 થી વધુ ઉત્પાદન થાય છે. આમ ખારાપાટ વિસ્તારની જમીનમાં પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી ખારેકનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આસપાસના લોકો પણ ખારેક લેવા માટે ઘનશ્યામભાઈના ખેતરમાં પહોંચી જાય છે. ત્યારે આસપાસના ખેડૂતો પણ ઘનશ્યામભાઈના ખેતરમાં ખારેક વિશે જાણકારી મેળવવા આવે છે.

ખારેકની ખેતી જોઈને બીજા ખેડૂતો પણ ઘનશ્યામભાઈના ખેતરમાં આવે છે અને અન્ય ખેડૂતો પણ હવે પોતાના ખેતરમાં અને વાડીમાં ખારેકનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે. ખારેકની ખેતીમાં સરકાર દ્વારા રૂપિયા 1200 ની સબસીડી પણ આપવામાં આવે છે. આમ ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. ખારેકની ખેતીમાં ખેડૂતોને દવા, ખાતરની જરૂર પડતી નથી. આથી અન્ય ખર્ચ પણ ખેડૂતોને ઓછો થાય છે. ત્યારે ઘનશ્યામભાઈના ખેતરમાં ખારેકની ખેતી જોવા આવતા અન્ય ખેડૂતો પણ હવે ખારાપાટ વિસ્તારમાં ખારેકનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે. 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો પોતાની કોઠાસૂઝથી વિવિધ જણસોનું ઉત્પાદન લઈને અન્ય ખેડૂતને નવો રાહ ચીંધે છે. ત્યારે જીરા ગામના ઘનશ્યામભાઈએ ખારાપાટ વિસ્તારમાં ખારેકનું મબલખ ઉત્પાદન લઈને અન્ય ખેડૂતોને પણ ખારેકની ખેતી કરવાની પ્રેરણા આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news