કેજરીવાલે મફત વીજળી, બિલ માફીની કરી જાહેરાત, કહ્યું- ફ્રી રેવડી ભગવાનનો પ્રસાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની પહેલી ગેરેન્ટીની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો.

કેજરીવાલે મફત વીજળી, બિલ માફીની કરી જાહેરાત, કહ્યું- ફ્રી રેવડી ભગવાનનો પ્રસાદ

અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની પહેલી ગેરેન્ટીની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલમાં મોંઘવારી ખૂબ વધી ગઇ છે. આ મોટી સમસ્યા છે. વીજળીના ભાવ સતત વધી રહ્યા છે. જેવી રીતે અમે દિલ્હીમાં ફ્રી વિજળી આપી. પંજાબમાં ત્રણ મહિનામાં ફ્રી વિજળી આપી. એ જ પ્રમાણે અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફ્રી વીજળી આપીશું. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં પહેલી ગેરેન્ટી તરીકે ફ્રી વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું કે ભાજપે કહ્યું હતું કે 15 લાખ આપીશું. પછી કહ્યું કે આ ચૂંટણીનો તુક્કો હતો. તે કહે છેલ પરંતુ અમે ગેરેન્ટી આપીએ છીએ. જો અમે કામ ન કરીએ તો આગામી વખતે વોટ ન આપતા. કેજરીવાલે કહ્યું કે અમે વીજળીને લઇને ત્રણ કામ દિલ્હી અને પંજાબમાં કર્યા છે. તો એ જ ગુજરાતમાં કરીશું. 

1- સરકાર બનાવવાના ત્રણ મહિના બાદ દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી.
2- 24 કલાક વીજળી મળશે અને મફતમાં વિજળી મળશે. પાવર કટ નહી થાય.
3- 31 ડિસેમ્બર 2021 સુધી જૂના ઘરેલૂ બિલ માફ કરી દેવામાં આવશે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે. અમારે ગેરકાયદેસર દારૂ વેચીને ભંડોળ એકઠું કરવાની જરૂર નથી. એટલું જ નહી કેજરીવાલે પીએમ મોદીના ફ્રીમાં રેવડીવાળા નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે જનતામાં જે ફ્રી રેવડી વહેંચી રહ્યા છીએ, તે ભગવાનનો પ્રસાદ છે, જેમ કે ફ્રી વીજળી, ફ્રી શિક્ષણ આપવું. પરંતુ આ લોકો ફ્રી રેવડી ફક્ત પોતાના મિત્રોને આપે છે. તેમના દેવા માફ કરે છે. આપ છે. 

કેજરીવાલે કહ્યું કે જનતાને ફ્રી એવડે આપવાથી શ્રીલંકા જેવી હાલત થતી નથી. પોતાના મિત્રો-મંત્રીઓને આપવાથી સ્થિતિ જાય છે. શ્રીલંકાવાળા પોતાના મિત્રોને ફ્રી રેવડી આપતા હતા. જો જનતાને આપતાઅ તો જનતા તેમના ઘરમાં ઘૂસીને તેમને ભગાવતી નહી. જનતાને ફ્રી રેવડી ભગવાનનો પ્રસાદ છે. મિત્રોને ફ્રી રેવડી આપવી પાપ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news