heroin

Morbi ના ઝીંઝુડામાંથી ડ્રગ્સ મામલે ગુજરાત ATSને મોટી સફળતા, 120 કરોડનું વધુ 24 કિલો હેરોઇન મળ્યું...

દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી વધુ 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Nov 18, 2021, 11:23 PM IST

મોરબીમાં પહેલા હીરોઇન આવી અને પછી હેરોઇન આવ્યું, શું કંઇક અલગ જ રંધાઇ રહ્યું છે?

ઝીંઝુડા ગામે રહેણાંક મકાનમાંથી ૧૧૮ કિલો જેટલા હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા જે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તેને આજે મોરબીની પ્રિન્સિપાલ ડ્રીસ્ટકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલને ધ્યાનમાં રાખીને એટીએસની ટીમ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. તેની સામે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. જેથી કરીને આગામી ૨૮ તારીખ સુધી ૩ શખ્સો એટીએસના કબજામાં રહેશે અને તે દરમિયાન કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Nov 16, 2021, 07:05 PM IST

Mundra Adani Port દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશના જહાજ પર પાબંધી

મુન્દ્રા અદાણી પોર્ટ  (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે આવી શકશે નહી. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગો ના કારણે એડવાઇઝરી જાહેર કરાઇ છે.

Oct 11, 2021, 03:13 PM IST

પોરબંદર ડ્રગ્સ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સામે આવ્યું પાકિસ્તાનનું કનેક્શન

ગુજરાત ATS એ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પકડાયેલ આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ અલગ 5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. 

Sep 23, 2021, 08:26 PM IST

3000 કિલો હેરોઈન મામલે મુન્દ્રા ખાતે વધુ 3 કન્ટેનરોની તપાસ, અફઘાન નાગરિક સહિત 3 ની ધરપકડ

કચ્છના મુન્દ્રાના અદાણી પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવાના મામલે આયાત કરનાર ચેન્નઈના દંપતીને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 3 હજાર કિલો હેરોઈન ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 15 હજાર કરોડ થાય છે

Sep 21, 2021, 08:59 AM IST

કચ્છમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઇન ઝડપાતા ખળભળાટ

મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુન્દ્રા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.

Sep 16, 2021, 12:07 AM IST

Shocking! રંગમાં ભંગ ન પડે એટલે 3 વર્ષના માસૂમને અપાય છે 'નશા'નો ડોઝ, Video જોઈને હોશ ઉડી જશે

એક 3 વર્ષના માસૂમ બાળકને માદક પદાર્થ હેરોઈનના નશાની લત લગાડવાનો ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢથી સામે આવ્યો છે. 

Jun 27, 2021, 08:43 AM IST

SSR Death Case : રિયાના ભાઇના ડ્રગ્સ કનેક્શનનો પર્દાફાશ, જાણો કોને થશે કેટલી સજા?

બોલીવુડ (Bollywood)માં ડ્રગ્સના આ નશીલા જાળમાં અત્યાર સુધી ઘણી હસ્તીઓ ફસાઇ ચૂકી છે. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે  જો રિયા ચક્રવર્તીના ચેટ્સમાં ડ્રગ્સ (Drugs)નો ઉલ્લેખ છે અથવા તેમના ડ્રગ્સ લેવાની વાત સાબિત થાય છે તો તેમને શું સજા થઇ શકે છે?

Sep 2, 2020, 09:11 PM IST

રાજકોટમાં હેરોઇનના જથ્થા સાથે એક દંપત્તિ ઝડપાયું

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ જથ્થો જંગલેશ્વર વિસ્તારમાંથી લઈ આવ્યા હતા. પોલીસે નારકોટિક્સના ગુનામાં આરોપીની ધરપકડ કરી સપ્લાયરને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. 

Apr 30, 2020, 03:14 PM IST
Mandvi Suger 28 07 2019 PT30S

માંડવીમાંથી એક કિલો ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ...

માંડવીમાંથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સમીઝા નાસીર હુસેન અને ઉમર નામનાં એક વ્યક્તિની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Jul 28, 2019, 09:40 PM IST

અમદાવાદ ATSની ટીમે ગુપ્ત ઓપરેશન દ્વારા 15 કોરડ હેરોઇન જપ્ત કર્યું

દ્વારકા જિલ્લાના સલાયામાંથી અમદાવાદની ATSની ટીમ દ્વારા દરોડા પાડીને ચાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એક ગુપ્ત ઓપરેશન દ્વારા બાતમીનાં આધારે એટીએસ દ્વારા પડાયેલા દરોડામાં 4 કિલો હેરોઇન સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હેરોઇનની કિંમત 15 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિક પોલીસ આ સમગ્ર ઓપરેશન મુદ્દે અજાણ હતી. 

Aug 12, 2018, 11:26 PM IST

રાજધાની ટ્રેનમાંથી 6 કરોડ રૂપિયાના હેરોઈન સાથે નાઈઝિરિયન નાગરિક ઝડપાયો

વડોદરાઃ રાજધાની ટ્રેનમાંથી 6 કરોડ રૂપિયાના હેરોઈન સાથે નાઈઝિરિયન નાગરિક ઝડપાયો છે. નાર્કોટિક્સ વિભાગે નાઈઝિરિયન નાગરિકને હેરોઈન સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ નશીલો સામાનની સપ્લાય કરી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યાર સુધીમાં નાર્કોટિક્સ વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન છે.

Mar 7, 2018, 08:58 PM IST