ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા 18 વર્ષ બાદ ઝડપાઈ
Gujarat Riots : ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશથી હથિયાર મંગાવ્યા હતા
Trending Photos
Gujarat ATS : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી હુલ્લડની એક મહિલા આરોપી 18 વર્ષ બાદ પોલીસ પકડમાં આવી છે. 18 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી અંજુમ કુરૈશીને આખરે પકડી લેવામાં ગુજરાત એટીએસને સફળતામળી છે. અહેવાલો અનુસાર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના વટવા ખાતેથી અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીની એક ઘરમાંથી ધરપકડ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2002 ના વર્ષમાં અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તો ભરેલી ટ્રેનને ગોધરા સ્ટેશન પર સળગાવાઈ હતી. જેમાં અનેક રામભક્તોના મોત નિપજ્યા હતા. તેના બાદ સમગ્ર ગુજરાતમા રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ 2005 ના વર્ષમાં લોકો પાસેથી 50 હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતુસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા. આ ચારેય લોકોની 2005માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બંદૂકો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ કુરેશી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ અંજુમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અંજુમ કુરૈશીના પતિ ફિરોઝ કાનપુરીનું વર્ષ 2009 માં મોત થયુ હતું, જે પણ આ કેસમાં આરોપી છે.
કેવી રીતે ફૂટ્યો હતો ભાંડો
કુરૈશી દંપતીએ ઉત્તર પ્રદેશણાં ગુલામ રબ્બાની શેખને હથિયાર ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ ચારેયની વર્ષ 2005 માં ધરપકડમાં આવી હતી. તેમની પાસેથી હથિયારો જપ્ત કરાયા હતા. જેઓએ કબૂલાત કરી હતી કે, અંજુમ અને તેના પતિએ હથિયારો મંગાવ્યા હતા. ગુલામ રબ્બાની શેખે અમદાવાદના વારિસને હથિયારો પહોંચાડ્યા હતા.
આ બાદથી અંજુમ કુરૈશી ફરાર હતી. ત્યારે તેને 18 વર્ષ બાદ પકડી લેવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે