ઓપરેશન લોટસ : લોકસભા પહેલા ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો! કોંગ્રેસના આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Gujarat Politics : લોકસભા ચૂંટણીમાં હેટ્રિક માટે ભાજપનું ઓપરેશન લોટસ તેજ ગતિમાં..આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો આપી શકે છે રાજીનામું...આજે અથવા આવતીકાલે તૂટી શકે છે વધુ ધારાસભ્યો....

ઓપરેશન લોટસ : લોકસભા પહેલા ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો! કોંગ્રેસના આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Gujarat BJP Operation Lotus : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોનું પક્ષ પલટો કરવાનું બજાર ફરી ગરમ થઈ ગયું છે. ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. ફરીથી પક્ષપલટાની મોસમ શરૂ થશે તેવુ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આયા રામ-ગયા રામનો સિલસિલો હવે ફરી થશે. લોકસભામાં જીતની હેટ્રીક માટે ભાજપનું ઓપરેશન 'લોટ્સ' ફરી કામે લાગી ગયું છે. ગાંધીનગરના સૂત્રો અનુસાર, ગુજરાત આપ અને ગુજરાત કોંગ્રેસમાં ફરી ગાબડા પડી શકે છે. AAP અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. AAP બાદ કોંગ્રેસના એક ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. આજે અથવા આવતી કાલે ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા છે. આ લિસ્ટમાં પહેલુ નામ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું સામે આવ્યું છે. 

લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સંભવિત 2 થી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન લોટસ કામે લાગી ગયું છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. 

કોણ છે ચિરાગ પટેલ?

  • ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય..
  • 2022ની ચૂંટણીમાં વિજય મેળવ્યો...
  • 3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવ્યા..
  • 1990 બાદ કોંગ્રેસને ખંભાતમાં અપાવી હતી જીત..
  • ચિરાગ પટેલને મળ્યા હતા 69,069 મત ...
  • ચિરાગ પટેલ વ્યવસાસે કોન્ટ્રાક્ટર છે...
  • ચિરાગ પટેલે ધોરણ 10 સુધી કર્યો છે અભ્યાસ...
  • વાસણાના સરપંચપદે પણ કરી ચૂક્યા છે કામ...
  • સહકારી ક્ષેત્રમાં ચિરાગ પટેલ ધરાવે છે પ્રભુત્વ...
  • કોંગ્રેસના જૂના કાર્યકર છે ચિરાગ પટેલ...

અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે
કોંગ્રેસ તૂટવા અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે, કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું રહ્યું નથી. કોંગ્રેસના રાજકારણ નહી રાજનીતિ ચાલે છે. આ તો ચાલતી પ્રોસેસ છે. બધા રાજ્યોમાંથી કોંગ્રેસે વિંટા વળ્યાં છે. ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે. અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે. આ બધા મોદી સાહેબને કોંગ્રેસના લોકો સમર્થન આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે જ. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે રહ્યા છે. 

ગુજરાતમાં ભાજપ ભારત ગૌરવ યાત્રા યોજશે. લોકસભા ચૂંટણી અગાઉ ભાજપની ભારત ગૌરવ યાત્રા ચર્ચાનું કેન્દ્ર બનશે. આજે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ  સાંજે બેઠકો મળશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેશે. આ બેઠકમાં ભારત ગૌરવ યાત્રા અંગે ચર્ચા સંભવ છે. 

આપમાં પડ્યુ હતું ગાબડું
તાજેતરમાં જ AAP માંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતું. ભૂપત ભાયાણીના રાજીનામા અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યુ હતું કે, ભાજપનુ કામ શામ દામ દંડ ભેદનું છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે. નેતાઓ આવશે અને જશે જનતા જવાબ આપશે. ભાજપને જેટલા અત્યાચાર કરવા હોય એટલા કરી લે. 2027 માં આજ જનતા ભાજનને લાત મારીને કાઢી મુકશે. પાર્ટીમાં ઉતાર ચઢાવ રહેશે ભાજપના આ પ્રકારના વલણથી જનતામાં રોષ વધશે. ગુજરાતની આખી સરકાર નકલી ઉપર ચાલી રહી છે. ભાજપે ચૈતર વસાવાને લઇ જવા માટે ખુબ અત્યાચાર કર્યો છે. પરંતું ચૈતર વસાવા ભરૂચથી લોકસભા લડશે. બાકીના ચાર ધારાસભ્ચો અકબંધ છે. ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે તેમ છતાં કેમ ડરાવવા ધમકાવવાની જરૂર પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news