ગુજરાતના પાણીપત ગણાતા ભૂચરમોરીના યુદ્ધને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાદ કર્યુ, પુસ્તકનું વિમોચન

નજીક ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથા સપ્તાહમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા સૌપ્રથમ ભૂચરમોરીના શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે. શરણે આવેલાની રક્ષા કરવી તે  ક્ષાત્ર ધર્મ છે. વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે.
ગુજરાતના પાણીપત ગણાતા ભૂચરમોરીના યુદ્ધને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાદ કર્યુ, પુસ્તકનું વિમોચન

મુસ્તાક દલ/જામનગર : નજીક ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથા સપ્તાહમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા સૌપ્રથમ ભૂચરમોરીના શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે. શરણે આવેલાની રક્ષા કરવી તે  ક્ષાત્ર ધર્મ છે. વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે.

રાજપૂત સમાજની શૌર્ય ગાથાને ઉજાગર કરવા ભારતમાં સૌપ્રથમ વખત શૌર્ય કથા સપ્તાહનું ભવ્ય આયોજન જામનગરના ધ્રોલ ખાતે તા.25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે શોર્ય કથા સપ્તાહના ત્રીજા દિવસે આજે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા ધ્રોલ ખાતે આગમન વેળાએ સૌપ્રથમ ભુચર મોરી ખાતે શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમ સ્થળે રાજપૂત સમાજ દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો.જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા લિખિત "આસરા ધર્મનો અજોડ ઇતિહાસ" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 

જ્યારે ભૂચર મોરી યુદ્ધ સ્થળની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી દ્વારા આ ઐતિહાસિક જીર્ણોદ્ધાર કરવા પણ વહીવટીતંત્રને સૂચન કર્યું હતું. કાર્યક્રમ વેળાએ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પૂર્વ રાજ્ય મંત્રી અને રાજપૂત સમાજના આગેવાન તથા ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ભુચર મોરીનું યુદ્ધ સાથે પહેલાથી જ ઇતિહાસકારો દ્વારા અન્યાય થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news