અંગ્રેજોએ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને તોડવાનો આદેશ આપ્યો, ત્યારે દાદાએ દેખાડ્યો ચમત્કાર!

Camp Hanumanji: અંગ્રેજ સરકારે અમદાવાદમાં આવેલાં કેમ્પ હનુમાન મંદિરનો તોડવા હુકમ કર્યો અને પછી જે ચમત્કાર થયો એનાથી અંગ્રેજ અપ્સરો પણ ફફડી ગયા. કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અને મંદિરની ઈંટ પણ ન હલવા દીધી.

અંગ્રેજોએ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને તોડવાનો આદેશ આપ્યો, ત્યારે દાદાએ દેખાડ્યો ચમત્કાર!

Camp Hanuman/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલાં આર્મી કેમ્પમાં જ હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આર્મી કેમ્પની જગ્યામાં આવેલાં આ મંદિરને વર્ષોથી કેમ્પ હનુમાન તરીકે જ ઓળખવામાં આવે છે. અહીં આ મંદિર સાથે લોકોની શ્રદ્ધા એવી છેકે, દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. ભક્તોની એવી પણ આસ્થા છેકે, અહીં દર્શને આવનારની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર અંગ્રેજોના શાસનકાળ સમયનું છે. સમયાંતરે તેમાં સુધારા વધારા કરવામાં આવ્યાં. ત્યારે શું તમને ખબર છેકે, એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે અંગ્રેજોએ આ મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. પછી હનુમાનદાદાએ જે ચમત્કાર બતાવ્યો છે એ જોઈને અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ. અંગ્રેજ અપ્સરો તો દાદાના ચમત્કારથી ફફડવા લાગ્યાં. 

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

કેમ્પ હનુમાન મંદિરનો ઈતિહાસઃ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર અંગ્રેજોના સમયથી અહીં સ્થાપિત છે. આ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. આજે પણ શનિવાર અને મંગળવારના રોજ હનુમાન દાદાના દર્શન કરવા લોકો અહીં દૂરથી આવે છે. આર્મી કેન્ટેનમેન્ટની ધરતી પર હોવાની આ મંદિરનું નામ કેમ્પ હનુમાન પડી ગયું. વર્ષો પહેલા અંગ્રેજોના રાજમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતુ. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી.

આ પણ ખાસ વાંચોઃ  ગરોળી ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે, આટલું કરો તમને પાપ પણ નહી લાગે
આ પણ ખાસ વાંચોઃ  Cockroaches: વધી ગયો છે વંદાનો ત્રાસ? કોઈ સ્પ્રે નથી કરતા કામ? આ રહ્યાં ઢગલો ઉપાય
આ પણ ખાસ વાંચોઃ  શું તમે જાણો છો કે કેટલાં પ્રકારની હોય છે પેટની ચરબી? જાણો દરેક પ્રકારની ચરબીનો ઈલાજ
આ પણ ખાસ વાંચોઃ  દારૂની બોટલ કરતા આ પ્રાણીના દૂધમાં હોય છે દોઢ ઘણું આલ્કોહોલ! પીતા જ થઈ જશો ટલ્લી

મંદિર સાથે અંગ્રેજોને શું વાંધો હતો?
અંગ્રેજ સરકારે સુરક્ષા અને અન્ય કારણો આપીને આર્મી કેન્ટથી મંદિરને દૂર કરવાનો પ્લાન નક્કી કર્યો. અંગ્રેજ સરકાર તે સમયે અહીંથી કેમ્પ હનુમાનનું મંદિર દૂર કરવાની તજવીજ હાથ ધરી. અંગ્રેજોએ કાગળિયા કરીને મંદિર હટાવવાનો આદેશ જાહેર કરી દીધો હતો.

મંદિર તોડવા આવેલા અંગ્રેજોનું શું થયું?
અંગ્રેજોએ કેમ્પ હનુમાનનું મંદિર તોડવા આદેશ જાહેર કરી દીધો. એટલું જ નહીં અંગ્રેજ સરકારના અપ્સરો મજૂરો અને કારીગરોને લઈને મંદિર તોડાવવા આવ્યાં. અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડયા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજુરો પર જ હુમલો કરતા હતા. આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડયો કે આ મંદિર હવે અહીં જ રહેશે.

આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાનઆ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ
આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ

બીજા એક અંગ્રેજ અપ્સરને પણ મળ્યો દાદાનો પર્ચો:
અંગ્રેજી શાસનકાળમાં આર્મીના એક અંગ્રેજ ઓફિસરને પણ હનુમાનજીનો ચમત્કાર થયો હતો. તેઓએ સત્તાના મદમાં મંદિરના ભક્તો, પુજારીને હેરાન કરવા માંડ્યા. ત્યારે અચાનક ચમત્કાર થયો અને પોતે જ માનસિક અને શારીરિક પીડાથી પરેશાન થયા અને મનન ચિંતન કરતા તેને લાગ્યું કે ભગવાનના મંદિરને, ભક્તોને અડચણો આપવાથી હું દુ:ખી થયો છું. ત્યારે એક રોજ સવારે પાંચ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ પ્રભુ પાસે આવીને બેસી ગયા. પ્રભુ અને પુજારી પાસે ક્ષમા માંગી અને મંદિર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું. તેઓ હિન્દુ નહિ હોવા છતાં પણ મંદિરના ભક્ત બન્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news