ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ, કોને સ્થાન મળશે અને કોનુ પત્તુ કપાશે તેના પર સૌની નજર
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
નવા મંત્રીમંડળના સંભવિત ચહેરા
- પ્રદીપસિંહ જાડેજા- વટવા
- આર. સી. ફળદુ- જામનગર દક્ષિણ
- સૌરભ પટેલ- બોટાદ
- જયેશ રાદડિયા- જેતપુર
- કુંવરજી બાવળિયા- જસદણ
- જવાહર ચાવડા- માણાવદર
- ગણપત વસાવા- માંગરોળ
- દિલીપ ઠાકોર- ચાણસ્મા
ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમામ લોકોના મગજમાં માત્ર એક જ સવાલ છે કે, નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તો કોનું પત્તું કાપશે. ત્યારે જૂના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ નવી ટીમમાં પણ સામેલ રહેશે. ત્યારે વાત કરીએ તો અમદાવાદના વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા યથવત રહી શકે છે. તો જામનગર દક્ષિણથી ધારાસભ્ય આર સી ફળદુને સ્થાન મળી શકે છે. તો સૌરભ પટેલને પણ રિપીટ કરી શકાય છે. તો આગળ વાત કરીએ તો જયેશ રાદડિયાને ફરીથી નવી ટીમમાં સ્થાન મળી શકે છે. તો કુંવરજી બાવળિયાને વધુ એક વખત મંત્રીમડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. આગળ જૂનાગઢના માણાવદરથી ધારાસભ્ય જવાહર ચાવડાને ફરીથી સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના માંગરોળથી આવતા ગણપત વસાવા ફરીથી નવી ટીમમાં સ્થાન મળવાની શક્યતા રહેલી છે. તો દિલીપ ઠાકોરને ફરીથી નવી ટીમમાં રિપીટ કરાય તેવી સંભાવના છે.
આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનાર છે. ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. આ વાત પર સમગ્ર ગુજરાતીઓની નજર રખાઈ રહી છે. ત્યારે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સ્થાન મળી શકે છે. તો આ તરફ નિકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ સ્થાન મળવાની સંભાવના રહેલી છે. તો આગળ વાત કરીએ તો, મધ્ય ગુજરાતમાંથી મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો આ તરફ કેતન ઈનામદારનું સ્થાન પણ પ્રબળ રહેલું છે. તો ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને પણ સ્થાન મળે તેવી શક્યતા રહેલી છે. તો વીસનગર બેઠકના ધારાસભ્ય ઋષિકેશ પટેલને સ્થાન મળે તેવી સંભાવના છે. લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને પણ સ્થાન મળવાની સંભાવના છે. સુરત પૂર્વ અરવિંદ રાણાને ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના છે. તો મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી અને સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે