ભાજપના નેતાએ ચાલુ ભાષણમાં આપ્યું રાજીનામું, રૂપાલાના વિવાદનો રેલો બોટાદ પહોંચ્યો

Resignation Row : પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું, ક્ષત્રિય સમાજના સમર્થનમાં વિજય ખાચરે રાજીનામું આપ્યું, રૂપાલાના નિવેદન મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી રજૂઆત કરી 

ભાજપના નેતાએ ચાલુ ભાષણમાં આપ્યું રાજીનામું, રૂપાલાના વિવાદનો રેલો બોટાદ પહોંચ્યો

Parsottam Rupala : પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ભાજપમાં હવે જોયા જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ભાજપના એક નેતાએ ચાલુ ભાષણ આપતાં આપતાં વચ્ચેથી અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. બોટાદમાં ‘મોદી પરિવાર સભા’ માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું છે. ત્યારે આ કિસ્સા હવે ચર્ચા જગાવી રહી છે. 

પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાના નિવેદન મામલે બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું. બોટાદના પાળીયાદ ખાતે મોદી પરિવાર સભામાં જાહેર કાર્યક્રમ દરમ્યાન વિજય ખાચરે ભાષણ વચ્ચે પોતાનું રાજીનામું આપ્યુ હતું. સાથે જ રૂપાલાના નિવેદન મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી પણ કાર્યક્રમ અંતર્ગત કરી જાહેરમાં રજૂઆત કરી હતી. 

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાએ ઉનામાં પ્રચાર કર્યો. ઉના પ્રવાસ દરમિયાન ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પર પ્રહાર કર્યા. ચૂંટણીની હાર સમયે થયેલા ખર્ચ કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહેતા હોવાના આક્ષેપ લગાવ્યા. તેના જવાબમાં ધારાસભ્ય કાળુ રાઠોડે કહ્યું કે, પુંજા વંશ 2 ચૂંટણીથી રાજેશ ચૂડાસમા સામે 2022માં મારી સામે હાર બાદ ફરી એક વખત કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા પાસેથી પાછલી ચૂંટણીમાં થયેલો ખર્ચ વસૂલ કરવા પ્રચાર કરી રહ્યા છે. કાળુ રાઠોડે પૂંજા વંશ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે પૂંજા વંશે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, કાળુભાઈ ગમે ત્યારે ગમે તે બોલવા ટેવાયેલા છે. તેમના નિવેદનનું ક્યારેય મહત્વ હોતું નથી. ભાજપ ઉમેદવાર રાજેશ ચૂડાસમા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા ગુજરાતના સાધુ સંતો દ્વારા અપીલ કરાઈ છે. મહંત દિલીપદાસજી મહારાજ અને અવિચલદાસજીએ નિરાકરણ લાવવા અપીલ કરી છે. ચર્ચાથી ઉકેલ લાવવાનું દિલીપદાસજી મહારાજે સૂચન કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news