બહુ વધી ગઈ છે પડોશીની અવળચંડાઈ? પડોશીને પાઠ ભણાવવા આ રીતે કરો ફરિયાદ

NEIGHBORS HARASSMENT: શું તમને પણ તમારા પડોશીએ હેરાન હેરાન કરી મુક્યા છે? શું પડોશી જાણી જોઈને કરી રહ્યો છે તમારી પજવણી? આવી સ્થિતિમાં લોકોને ખબર નથી કે તેઓ ક્યાં ફરિયાદ કરી શકે. શું તમે પણ તમારા પડોશીની વિચિત્ર હરકતોને કારણે પરેશાન છો? તો મૂંજાયા વિના આ જગ્યાએ કરો ફરિયાદ. પડોશીએ હેરાન હેરાન કરી મૂક્યા છે! ક્યાં કરવી ફરિયાદ, જાણો કાયદા મુજબ કેટલા ટાઈમ રહેવું પડી શકે છે જેલમાં...

બહુ વધી ગઈ છે પડોશીની અવળચંડાઈ? પડોશીને પાઠ ભણાવવા આ રીતે કરો ફરિયાદ

NEIGHBORS HARASSMENT: દરેક સોસાયટીમાં બે-ચાર એવા અડવિત્રા લોકો હોય જ છે, જે અકારણ પણ પોતાની આસપાસના લોકોને કોઈકને કોઈક રીતે હેરાન પરેશાન કરતા રહે છે. કોઈક વાહનો આડ અવળા મુકીને ચાલ્યા જાય, કોઈ દાદાગીરી કરીને પોતાનું વાહન બીજાના પાર્કિંગમાં મુકી દે, કોઈ પાણી ધોળવાની બાબતમાં કે કચરો ફેંકવાની બાબતમાં, તો કોઈ જોરજોરથી ગીતો વગાડીને આસપાસવાળાને હેરાન કરતું હોય છે.

ઘણા વિચિત્ર લોકો પડોશીને જાણી જોઈને કરે છે પરેશાનઃ
ઘણા લોકો તેમના પડોશીઓને પરેશાન કરવા માટે દરરોજ જાણીજોઈને મોટેથી મ્યુઝિક વગાડે છે, જ્યારે કેટલાક લોકો જાણીજોઈને તેમના પાડોશીના ઘરની સામે તેમની બાઇક અથવા કાર પાર્ક કરી દે છે. કેટલાક લોકો તેમના ઘરની સામે કચરો ફેંકીને પડોશીઓને હેરાન કરે છે. જ્યારે આવું થાય છે, ત્યારે ઘણી વાર ઝઘડા થાય છે, પરંતુ સારા લોકો આવા ઝઘડાને ટાળે છે. જ્યારે સામે વાળા સામે પહોંચી શકાય તેવું ન હોય ત્યારે નબળા લોકો પણ આવા ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓ કાયદાનો સહારો લઈ શકે છે. 

અવળચંડા પડોશીઓની અવળચંડાઈ આટલેથી અટકતી નથી. ઘણાં પડોશી એવા પણ હોય છેકે, જે પોતાના છોકરા કે પોતાના ખરડા માતા-પિતાનું ધ્યાન રાખતા નથી. પણ આસપાસના લોકોને હેરાનગતિ થાય એવી રીતે પશુપ્રેમના નામે આખા ગામના કૂતરા સોસાયટીમાં ભેગા કરીને રમાડવા બેસી જાય છે. આ જ કૂતરા જ્યારે ગંદકી કરે, કૂતરાઓ મોડી રાત સુધી બુમો પાડીને ત્રાસ આપે અથવા કોઈના બાળકો કે કોઈના વડીલોની પાછળ દોડીને તેને કરડી જાય ત્યારે પણ આવા પાડોશીઓ એમની અક્કડ છોડતા નથી..આવા પડોશીઓ કૂતરાનું બહાનુ કાઢીને માણસો જોડે ઝઘડો કરવાની તક જ શોધતા હોય છે. શું તમારું કિસ્મત પણ ખરાબ છે....? શું તમારી આસપાસ પણ રહે છે આવા જ કોઈ વિચિત્ર પડોશી? જો પાડોશી તમને હેરાન કરતા હોય તો મૂંજાશો નહીં તમે પણ કરી શકો છો ફરિયાદ.

પડોશી વધારે પરેશાન કરે તો શું કરવું?
ઘણી વખત પડોશીઓ જાણી જોઈને બીજા માટે ઘણી મુશ્કેલી ઉભી કરે છે અને લોકોને તેમના ઘર ખાલી કરવા મજબૂર કરી નાખે છે. લોકો એવું વિચારીને ચૂપ રહે છે કે કોણ કાયદાકીય મુશ્કેલીમાં પડે અથવા કોણ એમની સાથે વિવાદ કરે. હવે જો તમારો પણ કોઈ પાડોશી તમને સતત હેરાન કરતો હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. એટલે કે, તમારે મૌન રહેવાની જરૂર નથી, કારણ કે તમે જેટલું મૌન રહેશો, તે તમને વધુ પરેશાન કરશે.

જાણો ક્યાં અને કેવી રીતે કરવી ફરિયાદ?
જો કોઈ પાડોશી તમને હેરાન કરે તો તરત જ પોલીસને જાણ કરો. જો પોલીસ આ મામલે કંઈ ન કરે તો તમે તમારા વિસ્તારના SDMને લેખિત ફરિયાદ કરી શકો છો. જો આરોપો સાચા સાબિત થાય છે, તો તમારા પાડોશીને IPCની કલમ 291 હેઠળ 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારો પાડોશી તમને ફરી ક્યારેય હેરાન નહીં કરી શકે.

હવે, જો તમારા કોઈ પરિચિત કે સગા-સંબંધીઓના પડોશીઓ પણ આવી હરકત કરતા હોય તો તેમને આ કાયદા વિશે ચોક્કસ જણાવો. જો કહેવા કે ચેતવણી આપ્યા પછી પણ તેઓ સહમત ન થાય તો તમે તેને પોલીસ દ્વારા સરળતાથી પાઠ ભણાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news