COVID 19 Update : ઠંડીને કારણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો, આ શહેરમાં છે સૌથી વધુ દર્દી

Gujarat Corona Update : અમદાવાદ વકરી રહ્યો છે કાળમુખો કોરોનો... આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા... હાલ શહેરમાં કોરોનાના કુલ 46 એક્ટિવ કેસ..

COVID 19 Update : ઠંડીને કારણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો, આ શહેરમાં છે સૌથી વધુ દર્દી

India Covid 19 Virus Case Latest Update : દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. કોવિડનું નવું સ્વરૂપ ચીન બાદ હવે ભારતમાં પણ જોખમ વધારી રહ્યું છે. કેમ કે મૃત્યુઆંક ધીમા પગલે વધી રહ્યો છે. ગુજરાતે સાવચેત રહેવાની જરૂર એટલા માટે છે કેમ કે દેશમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ રાજ્યમાં જ નોંધાયા છે. કેન્દ્રમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં કોરોનાના વધુ 797 કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં બે, મહારાષ્ટ્ર, પોંડીચેરી અને તમિલનાડુમાં એક એક દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજાર 91 પર પહોંચ્યો છે. ગુજરાતવાસીઓ એલર્ટ પર આવી જવુ જોઈએ. કારણ કે, રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટનો આંકડો 40ને વટાવી ગયો છે.

ઠંડીને કારણે વધ્યા કોરોનાના કેસ
હાલ કહી શકાય કે ઠંડીને કારણે કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. વર્ષ 2020 ની શરૂઆતથી લગભગ ચાર વર્ષોમાં દેશભરમાં કોરોના વાયરસથી લગભગ સાડા ચાર કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 5.30 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના લેટેસ્ટ અપડેટ અનુસાચર, આ બીમારીથી રિકવર થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. સ્વસ્થ થવાની ટકાવારા 98.81 પર પહોંચી ગઈ છે. 

ગુજરાતમાં કેટલા કેસ 
ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં  82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 

અમદાવાદમાં નવા કેસની એન્ટ્રી 
અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. જેમાં 4 મહિલા અને 4 પુરુષ દર્દીઓ નોંધાયા છે. આ તમામ કેસ નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, પાલડી અને વટવામાં નોંધાયા છે. 8 પૈકીના 2 દર્દીઓ આણંદ અને વિસનગરથી આવ્યા હતા. મનપાના અપડેટ અનુસાર, અગાઉના 6 દર્દીઓ સાજા થયા છે. હાલ 48 દર્દી હોમ આઇસોલેશનમાં છે. તો શહેરમાં કુલ 46 એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને લઇ સુરત મનપા એક્શનમાં આવી ગયું છે. મનપાના પદાધિકારીઓ દ્વારા ખાસ બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં કોરોનાની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવી છે. કોરનાના નવા વેરિયન્ટ જેએન 1 મુદ્દે ચર્ચા કરવામાં આવી. તેમજ આ બેઠકમાં આરોગ્ય વિભાગ પાસે નવા વેરિન્ટ માટે તૈયારીની માહિતી મંગાવાઈ છે. આ બેઠકમાં આશરે 15 જેટલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. હાલ શહેરમાં 718 ઑક્સિજન ફેસેલિટીવાળા બેડ તૈયાર છે. તેમજ મનપા સંચાલિત સ્મીમેરમાં 1600થી વધુ બેડ ઉપલબ્ધ છે. જરૂર પડે તો ખાનગી હોસ્પિટલ સાથે 6500 બેડની વ્યવસ્થા કરાશે તેવું આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news