Gujarat Election 2022: AAP ના CM પદનો ચહેરો ઈસુદાન ગઢવી ખંભાળિયાથી લડશે ચૂંટણી, જાણો આ બેઠકથી લડવાનું કારણ
Gujarat Elections 2022: આજે સવારથી ચર્ચા હતી કે ઈસુદાન ગઢવીની બેઠક અંગે AAPના સંયોજક કેજરીવાલ સત્તાવાર જાહેરાત જાહેરાત કરશે. જેનો આખરે અંત આવ્યો છે.
Trending Photos
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ: આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીનો ચહેરો જાહેર કર્યો હતો. ત્યારથી દરેકના મનમાં એક સવાલ હતો કે ઈસુદાન ક્યાંથી ચૂંટણી લડશે? તે સવાલનો જવાબ આખરે મળી ચૂક્યો છે. ઈસુદાન ગઢવી દ્વારકાના ખંભાળિયાથી ચૂંટણી લડશે.
સૌથી પહેલા ZEE 24 KALAK એ આપ્યા હતા ખબર
સૌથી પહેલા આ સમાચાર ઝી 24 કલાકે બ્રેક કર્યા હતા કે ઈસુદાન જામખંભાળિયાથી ચૂંટણીમાં ઉતરશે. જેના બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ખેડૂતો, બેરોજગાર યુવા, મહિલાઓ, વેપારી તમામ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિથી ગુજરાતને એક સારા અને નવા મુખ્યમંત્રી મળશે.
किसान , बेरोज़गार युवाओं ,महिलाओं ,व्यापारी के लिए सालों तक आवाज़ उठाने वाले इसुदान गढ़वी जाम खम्भालिया से चुनाव लड़ेंगे ! भगवान कृष्ण की पावन भूमि से गुजरात को एक नया और अच्छा मुख्यमंत्री मिलेगा
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 13, 2022
આજે સવારથી ચર્ચા હતી કે ઈસુદાન ગઢવીની બેઠક અંગે AAPના સંયોજક કેજરીવાલ સત્તાવાર જાહેરાત જાહેરાત કરશે. જેનો આખરે અંત આવ્યો છે. અગાઉ સૂત્રોએ જણાવી દીધું હતું કે ઈસુદાન ગઢવી દ્વારકાના જામખંભાળિયાથી ઉમેદવારી કરશે. સોમવારના રોજ ઈસુદાન ગઢવી ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે પંજાબના CM ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહેશે.
જાણો આ બેઠકથી લડવાનું કારણ
હવે દરેકના મનમાં એક સવાલ ઉભો થયો છે કે આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્વારકાના ખંભાળિયાથી ચૂંટણી કેમ લડવાના છે. જો આ સમીકરણ યોગ્ય સાબિત થાય તો ઇસુદાન ગઢવી સામે અનેક મોટા પડકાર છે.
ભાજપે આહીર ઉમેદવારને મેદાનમાં ઉતારતા સમીકરણો બદલાયા છે અને 'આપ'ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જો ખંભાળિયાથી ઝંપલાવે તો ખંભાળિયા બેઠકનો ત્રિપાંખિયો જંગ રોચક બનશે. જો ઈસુદામ ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે તો તેમની ટક્કર વિક્રમ માડમ સાથે છે. કોંગ્રેસે જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કર્યાં છે. તો ભાજપે મુળુ બેરાને ટિકિટ આપી છે.
તમને જણાવી દઈએ કે મુળુભાઈ બેરા ખંભાળિયા બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના મેરમણ ગોરિયા સામે નજીવી સરસાઈથી હારી ગયેલા છે તથા અગાઉ મુળુભાઈ બેરા ભાણવડ સીટ પર વિક્રમ માડમ સામે હારી ગયેલા છે, પણ ખંભાળિયા બેઠક પર વિક્રમ માડમ અને મુળુભાઈનો સીધો જંગ પ્રથમ છે. જે ત્રિપાંખિયો થવા પૂરી સંભાવના છે અને ક્યા મતો ક્યાં જશે તે નિર્ણાયક થશે.
મહત્વનું છે કે, ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં ભારે મથામણ ચાલી હતી. અગાઉ અહીં સથવારા ઉમેદવાર હરિભાઈ નકુમ, જામનગરના મેરામણ ભાટુ, મુળુભાઈ બેરા તથા મયુરભાઈ ગઢવીના નામો છેલ્લે ચર્ચામાં હતાં. જેમાં ભારતીય જનતા પાર્ટીએ છેવટે મુળુભાઈ બેરાનું નામ નક્કી કરતા આ બેઠકના સમીકરણો બદલાયા છે. ખંભાળિયા બેઠક પર મુખ્ય ઉમેદવાર આહિર જ્ઞાતિઓના હોય છે, જંગમાં ત્રીજા ઈત્તર જ્ઞાતિને ફાયદાની અપેક્ષાથી અહીં આપ લડનાર હોવાનું કહેવાય છે, તો અહીં સથવારા જ્ઞાતિને ટિકિટ ન મળતા તેની નારાજગી ભાજપ દ્વારા કેટલી શાંત થઈ શકે અને પોતાના ઉમેદવાર તરફ વાળી શકે તે પણ મહત્ત્વનું ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે