Gujarat Election 2022: વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસે ઘડી નાંખી નવી રણનીતિ, હવે કેવી રીતે લોકોનો પ્રશ્નો થશે હલ! શું ભાજપને પડશે ભારે?
Gujarat Election 2022: કોંગ્રેસ હવે ડોર ટુ ડોર પ્રચાર શહેરમાં દુકાને દુકાને ફરીને લોકોનો સીધો સંપર્ક સાધીને લોકોની સમસ્યા જાણવાનો કોંગ્રેસે આ નવી નીતિ અપનાવી લોકોને સીધો સંપર્ક કરી વલસાડ કબજે કરવા માટે એક માઈક્રો પ્લાન ઘડીને પ્રચાર કરી રહ્યું છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે પહેલા તબક્કાનું મતદાન 1 લી તારીખે થવાનું છે. વલસાડ બેઠક પર ભાજપ પાસે બેઠક જીતવા કોંગ્રેસ જોર મારી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જન સંપર્ક પદ યાત્રાનું શરૂઆત કરી છે.
કોંગ્રેસ હવે ડોર ટુ ડોર પ્રચાર શહેરમાં દુકાને દુકાને ફરીને લોકોનો સીધો સંપર્ક સાધીને લોકોની સમસ્યા જાણવાનો કોંગ્રેસે આ નવી નીતિ અપનાવી લોકોને સીધો સંપર્ક કરી વલસાડ કબજે કરવા માટે એક માઈક્રો પ્લાન ઘડીને પ્રચાર કરી રહ્યું છે. ઠેરઠેર કોંગ્રેસ દ્વારા શહેર અને ગામડામાં પદયાત્રા કરવામાં આવી રહી છે.
કોંગેસ ઉમેદવાર કમલ પેટેલે દાવો કર્યો છે કે, આ વખતે 10 વર્ષથી કંટાળેલી વલસાડની પ્રજા અને 27 વર્ષથી કંટાળેલી પ્રજા પરિવર્તન ઈચ્છે છે, ત્યારે વલસાડ પણ અમે કબજે કરીશુ અને ગુજરાતમાં પણ અમારી એટલે કે કોંગ્રેસની સરકાર બનશે. પ્રજાના અનેક પ્રશ્નો છે મોંઘવારી બેરોજગારી...
ગામડે ગામડે ખેડુતોના પ્રશ્નો માછીમારોના પ્રશ્નોની વાચા અમે બનીશું. સરકાર બનતા તમામ પ્રશ્નોનો સીધો નિરાકરણ કરીશુનો વચન સાથે કમલ પટેલ જંગી પ્રચાર શરૂ કરતાં લોકો દ્વારા તેઓને તેવો જ આવકાર મળતા કમલ પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે