નવી સરકારમાં ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ
Gandhinagar News : ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય કમલમમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક.... સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, વિજય રૂપાણી, રાજનાથસિંહ બેઠકમાં પહોંચ્યા..
Trending Photos
Election Update : આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા 156 પ્રતિનિધિઓ હાજર છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળનારી બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવશે. તો નિરીક્ષકોની હાજરીમાં દળના નેતાની જાહેરાત પણ થશે. આ બાદ 12 ડિસેમ્બરે ફરી ભૂપેન્દ્ર પટેલ CM તરીકે શપથ લેશે. બેઠકમાં સીઆર પાટીલ, રાજનાથ સિંહ સહિતના આગેવાનો હાજર છે. ત્યારે ધારાસભ્યોની કોર કમિટી માં ભુપેન્દ્ર પટેલના નામ પર મોહર વાગી.
નવી સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનશે. ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે. સર્વ સંમતિથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા છે. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. ત્યારે સોમવારે PM મોદી અને અમિત શાહની હાજરીમાં શપથ લેશે.
ત્રણ કેન્દ્રિય નિરીક્ષકોની હાજરીમાં દળના નવા નેતાની જાહેરાત થશે, વિધાનસભા દળના નવા નેતા ની પસંદગી થશે. તેના બાદ બપોરે 2 કલાકે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ના માત્ર ભાજપે પણ કોંગ્રેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી તો બીજી તરફ 17 બેઠક સાથે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે.
નવા મંત્રીમંડળની યાદી અંગે આજે નિર્ણય લેવાશે. જેના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ આજે સાંજે દિલ્હી જશે. PM મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરશે. વિધાનસભા દળની બેઠકમાં cm પદ માટેનો પ્રસ્તાવ કનુ દેસાઈ મુકશે. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, રમણ પાટકર, મનીષા વકીલ ટેકો જાહેર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે