Weight Loss Tips: 1 મહિનામાં તમારે 10 કિલો સુધી વજન ઓછું કરવું છે? ફટાફટ જાણી લો સરળ રીત!

Weight Loss: મોટાભાગના લોકોને વધેલું વજન ઉતારવામાં ખુબ તકલીફ પડે છે. ઘણી મથામણ કરવા છતાં પણ વજન ઉતારવાનું નામ લેતું નથી. જો તમારે પણ આ સમસ્યા હોય તો આજે અમે તેમને એક એવી ટ્રિક વિશે જણાવીશું કે તમારું વધેલું વજન સરળતાથી ઉતરવા લાગશે

Weight Loss Tips: 1 મહિનામાં તમારે 10 કિલો સુધી વજન ઓછું કરવું છે? ફટાફટ જાણી લો સરળ રીત!

આજની આ ભાગદોડવાળી જિંદગીમાં વજન મોટા ભાગના લોકો માટે એક ચિંતાજનક બાબત બની ગયું છે. મોટાભાગના લોકોને વધેલું વજન ઉતારવામાં ખુબ તકલીફ પડે છે. ઘણી મથામણ કરવા છતાં પણ વજન ઉતારવાનું નામ લેતું નથી. જો તમારે પણ આ સમસ્યા હોય તો આજે અમે તેમને એક એવી ટ્રિક વિશે જણાવીશું કે તમારું વધેલું વજન સરળતાથી ઉતરવા લાગશે. અહીં જણાવેલો ડાયેટ ફોલો કરશો તો તમે એક મહિનામાં ઘણું સારું પરિણામ મેળવી શકશો. 30 દિવસનો આ ડાયેટ પ્લાન જો તમે કડકાઈથી ફોલો કરશો તો એક મહિનામાં તમે 10 કિલો સુધી વજન પણ ઉતારી શકો છો. જાણો આ ડાયેટ પ્લાન વિશે...

હેલ્ધી નાશ્તો
નાશ્તો આપણા ભોજનમાં સૌથી મહત્વનો ગણાય છે. વર્ષોથી નાસ્તો કરવો એ આપણા માટે જાણે નિયમ જેવું રહ્યું છે. જે ખુબ હેલ્ધી વાત પણ છે. વેઈટ લોસ માટે સૌથી જરૂરી છે હેલ્ધી બ્રેકફાસ્ટ. તમારો સવારનો નાશ્તો એ નક્કી કરે છે કે તમારું વજન વધશે કે ઘટશે. હેલ્ધી બ્રેકફાસ્ટમાં તમે થોડો સૂકો મેવો, ઓટ્સ, ઈડલી સાંભાર, ઢોસા વગેરે લઈ શકો છો. આ ઉપરાંત પૌઆ અને દહી પણ નાશ્તા માટે હેલ્ધી ઓપ્શન છે. 

કેવું હોવું જોઈએ લંચ
બપોરનું ભોજન એ આહાર છે જે તમારા વધેલા વજનને કંટ્રોલ કરવામાં ખુબ મદદ કરે છે. જો તમે વેઈટ લોસ જર્નીમાં હોવ તો તમારે તમારા લંચમાં સીઝનલ શાકભાજી, દાળ, ચિકન અને માછલી (નોનવેજ ખાનારા) સાથે એક કે બે રોટલી ખાવા જોઈએ. જો કે લંચ પહેલા એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ખાતા પહેલા તમારે એક પ્લેટ સલાડનું સેવન અવશ્ય કરવું જોઈએ. તે તમારા શરીરમાં ફાઈબરની માત્રા જાળવી રાખે છે. 

હળવું ડિનર
રાતનું ભોજન એટલે કે ડિનર લંચ અને બ્રેકફાસ્ટ કરતા ખુબ હળવું હોવું જોઈએ. હળવું ડિનર તમારી વેઈટ લોસ જર્નીને ખુબ સરળ બનાવે છે. ડિનરમાં તમે મગળની દાળ અને ચોખાની બનેલી ખીચડી દહી સાથે લઈ શકો છો. આ સિવાય કેટલાક શાકભાજી અને ગ્રિલ્ડ ફીશ (નોનવેજ ખાનારા માટે)નું પણ સેવન ડિનરમાં કરી શકો છો. અનાજ તરીકે તમે બ્રાઉન રાઈસ ખાઈ શકો છો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE24Kalak તેની કોઈ પુષ્ટિ કરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news