સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી સલાહ- 'તમે પાર્ટીમાં મોટું પદ સંભાળો છો, નિવેદન આપતી વખતે...'

રાફેલ મુદ્દે (Rafale Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) વિરૂદ્ધ 'ચોકીદાર ચોર છે'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિરૂદ્ધ દાખલ અવલોકન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો સંભળાવ્યો છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 14, 2019, 12:45 PM IST
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી સલાહ- 'તમે પાર્ટીમાં મોટું પદ સંભાળો છો, નિવેદન આપતી વખતે...'

નવી દિલ્હી: રાફેલ મુદ્દે (Rafale Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) વિરૂદ્ધ 'ચોકીદાર ચોર છે'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિરૂદ્ધ દાખલ અવલોકન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં રાહુલ ગાંધીને રાહત આપતાં તેમની માફી માંગવાનો ઉલ્લેખ કરતાં અવલોકન અરજીનો કેસ ચલાવવાની મનાઇ કરી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીમાં મોટું સંભાળે છે. તેમણે નિવેદન આપતી વખતે સાવધાની રાખવી જોઇએ. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભવિષ્યમાં આ પ્રકારનું નિવેદન આપવાની સલાહ આપી. કોર્ટે કહ્યું 'ભવિષ્યમાં એવું નિવેદન આપતાં પહેલાં કેરફૂલ રહે. 

Rafale Case Judgement: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

જોકે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ (Rafale deal) કેસમાં ચુકાદો સંભળાવતાં અવલોકન અરજીઓને નકારી કાઢી દીધી. આ સાથે જ સીબીઆઇ તપાસનો કોર્ટે મનાઇ કરી દીધી છે. આ કેસ સાથે જોડાયેલા રાહુલ ગાંધીના મામલે પણ કોર્ટે તેમનું  માફીનામું મંજૂર કરી લીધું. આ સાથે જ રાહુલ ગાંધીનો અવલોકન મામલો પણ બંધ થઇ ગયો. 

ઉલ્લેખનીય છે કે અવલોકન અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસન નેતૃત્વવાળી બેંચે કેસમાં દાખલ રિવ્યૂ પિટિશન પર 10 મેના રોજ ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણ પૂર્વ કેંદ્વીય મંત્રી અરૂણ શૌરી અને યશવંત સિન્હા તથા અન્ય દ્વાર રાફેલ ડીલના મામલે SIT તપાસની માંગ કરી. તો બીજી તરફ કેંદ્વ સરકારે કહ્યું કે રાફેલ દેશની જરૂરિયાત છે અને અરજી નકારી કાઢવાની માંગ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube